મેરાન્યૂઝ નેટવર્ક.જકાર્તાઃ ભારતના 16 વર્ષીય નિશાનેબાજ સૌરભ ચૌધરીને પુરુષોના 10 મીટર એર પીસ્ટર ઈવેન્ટમાં 240.7 સ્કોર સાથે ગોલ્ડ મેડલ મળ્યો છે. તે સાથે જ તેમણે એશિયન ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેમના સાથી અભિષેક વર્માને 219.3 અંકો સાથે ત્રીજુ સ્થાન મળ્યું છે. જાપાનના તતોમોયુકી મતસુદા, જે લાંબા સમયથી આગળ ચાલી રહ્યા હતા તેમણે 239.7 સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો છે. ત્યાં 37 વર્ષીય અનુભવી નિશાનેબાજ સંજીવ રાજપૂતે 50 મીટર 3 પોઝિશન ઈવેન્ટમાં 452.7 અંકો સાતે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે.

ભારત અત્યાર સુધીમાં એશિયન ગેમ્સ 2018માં ત્રણ ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ એમ કુલ 8 મેડલ સાથે મેળવ મેળવવાની યાદીમાં સાતમા ક્રમે છે. જ્યારે ચીન 20 ગોલ્ડ, 14 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ મળી કુલ 43 મેડલ્સ સાથે આ ગેમમાં પ્રથમ સ્થાને છે. જ્યારે બીજા સ્થાને જાપાન અને ત્રીજા સ્થાને કોરિયા છે.

સૌરભે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 586 અંક મેળવી પહેલું સ્થાન હાંસલ કર્યું હતું. તે પૂર્વ ઓલમ્પિક ચેમ્પિયન કોરિયાના જિન જોન્ગોથી બે અંક આગળ છે. તે પહેલા તેમણે 243.7 સ્કોર સાથે આઈએસએસએફ જૂનિયર વર્લ્ડ કપ (જર્મની)માં 243.7 સ્કોર મેળવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે ઈવેન્ટમાં તેમણે ગોલ્ડ મેળવ્યો હતો.

ચૌધરી 10 મીટર એર પિસ્ટર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના પ્રથમ નિશાનેબાજ છે. આ ઈવેન્ટમાં ભારત માટે પદક જીતનાર અન્ય નિશાનેબાજ વિજય કુમાર છે જેમણે 2010ના ગ્વાગઝૂ રમતોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

બીજી તરફ બ્રોન્ઝ મેડલ મેળવનાર વર્માએ એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેમણે 10.7 સ્કોર પર નિશાનો લગાવીને બીજુ સ્થાન મેળવ્યું હતું ત્યાં સૌરભને પાછળ મુકીને બીજા સ્થાન પર પહોંચી ગયા હતા. જોકે 9.1ના આગળના શૉટને કારણે તે પાછળ સરકી ગયા હતા અને ચૌધરીએ એક વાર ફરી પોતાની પક્કડ મજબૂત કરી લીધી હતી. ટોપ 4માં ભારતના બે નિશાનેબાજોને સ્થાન મળ્યું હતું.

તે સાથે જ ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા 8 થઈ ગઈ છે. તેમાં ત્રણ ગોલ્ડ, ત્રણ સીલ્વર અને બે બ્રોન્ઝ મેડલ છે. ભારતના કુશ્તીમાં બજરંગ પૂનિયાએ 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલમાં અને મહિલાઓમાં વિનેશ ફોગાટે 50 કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.