મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ જમ્મુ થી ૭૮ વાહનો મારફતે ૨૫૬૭ જવાનોનો કાફલો શ્રીનગર જવા રવાના થયો ત્યારે પુલવામાં નજીક આતંકવાદી હુમલાના પગલે ૪૦ થી વધુ જવાનો શહીદ થવાની સાથે ૪૫ થી વધુ જવાનો ઘાયલ થતા સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે સુરક્ષાને ધ્યાનમાં રાખી શામળાજી-ઉદેપુર નેશનલ હાઈવે નં-૪૮ પર આવેલી રતનપુર બોર્ડર સહીત જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતા વાહનોનું સધન ચેકીંગ હાથ ધરવાના આદેશો આપ્યા છે.

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દ્વારા જીલ્લાને જોડતી તમામ આંતરરાજ્ય સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાહનોનું સધન ચેકીંગ હાથધરી રાઉન્ડ ધી કલોક કામગીરી હાથધરી હતી. સુરક્ષાના પગલે જીલ્લા પોલીસવડાના હાઈ એલર્ટ અપાતા જીલ્લા પોલીસ તંત્ર અને આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતા વાહનોના નંબર અને વાહનચાલકોને નામ અને સંપૂર્ણ ડિટેઈલ્સ લખવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. શામળાજી પીએસઆઈ મેહુલ ચૌહાણ અને એમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક વાહનોનું સધન ચેકીંગ સાથે હાઈવે પર અલગ-અલગ ટીમ બનાવી પેટ્રોલિંગની કામગીરી હાથધરી છે.