ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા અરવલ્લી જીલ્લા સેવાસદનના કાર્યક્ષેત્રમાં આવેલી અને જીલ્લાની અન્ય સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ પદ્ધતિ થી સફાઈ કર્મચારીઓની ભરતી માં સફાઈ કર્મચારીઓને થતા અન્યાય અંગે જીલ્લા સેવાસદન કચેરી સામે ખુલ્લામાં સફાઈ કર્મચારીઓ ૨૪ કલાક પ્રતીક ઉપવાસ ધરણા યોજી ન્યાયની માંગ સાથે પ્રમુખ લાલજી ભગતે દંડવત પ્રણામ સાથે “મોદી સરકાર મુર્દાબાદ મુર્દાબાદ” ના નારા સાથે ધારણાના સ્થળ થી જીલ્લા કલેક્ટર કચેરી પહોંચી જીલ્લા કલેક્ટર એમ.નાગરાજનને આવેદનપત્ર આપ્યું હતું 

          મોડાસાના શામળાજી રોડ પર આવેલા જીલ્લા સેવાસદન કચેરીના સ્થળ થી સામેની ખુલ્લી જગ્યામાં ગુજરાત વાલ્મિકી સંગઠન ના સહયોગ થી જીલ્લાની સરકારી કચેરીમાં આઉટસોર્સીંગ થી ભરતી કરેલા સફાઈ કર્મચારીઓનું કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ થતા બુધવારે ૨૪ કલાકના પ્રતીક ઉપવાસ યોજી ગુરુવારે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી દંડવત પ્રણામ સાથે આવેદનપત્ર આપનાર લાલજી ભગતે જીલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે સફાઈ કામદારોના ૬ મહિનાથી પગાર પણ કોન્ટ્રાક્ટરે આપેલ નથી જેથી સફાઈ કર્મચારીઓને જીવનનિર્વાહ ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સરકાર ના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન અમલવારી કરવા, પી.એફ નો લાભ આપવા અને લાભાર્થી યાદીમાં સમાવિષ્ટ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઝડપથી ઉકેલ નહિ આવેતો જીલ્લા સેવાસદનમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી સફાઈ કામદારોના પ્રતીક ઉપવાસને લાલ વાવટાના અને ગરીબો અને જરૂરિયાત મંદ લોકો માટે સતત લડત ચલાવનાર ડાહ્યાભાઈ જાદવ અને તેમની ટીમે સમર્થન આપ્યું હતું