મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ મોડાસા ટાઉન પોલીસે મોડાસા કસ્બા વિસ્તારમાં મોટી મસ્જીદ નજીક  ગલીમાં ખુલ્લેઆમ જુગાર રમતા જુગારીઓ પર ત્રાટકી જુગાર રેડમાં ૪ આરોપીઓને દબોચ્યા ૪ શકુનિઓ રફુચક્કર થઈ જવામાં સફળ રહ્યા હતા ભિલોડા પોલીસે ડોડીસરા ગામમાં કોમ્બિંગ હાથધરી ડુંગર પર, કોતરો અને ખેતર નજીક ઝાડી-ઝાંખરામાં ૨ બુટલેગરે સંતાડી રાખેલો વિદેશી દારૂનો ૧.૦૬ લાખ નો વિદેશીદારૂ જપ્ત કરી શખ્ત કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જીલ્લામાં જુગારધામ અને વરલી-મટકાની બદીએ અને આંકડાની રમત તથા દેશી-વિદેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે જીલ્લામાં અસામાજિક બદીએ માજા મુકતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા જીલ્લા પોલીસતંત્ર વાઈબ્રન્ટ બન્યું હતું.

મોડાસા ટાઉન પી.આઈ નાગજી રબારી અને તેમની ટીમે મોડાસાના કસ્બા વિસ્તારમાં મોટી મસ્જીદની ગલીમાં ખુલ્લામાં હારજીતની બાજી દાવ પર લગાવી બેઠેલા શકુનિઓ પર ત્રાટકતા ૧) માસુમ યાકુબભાઇ ચગન,૨) મુસ્તુફા ઉર્ફે મુસ્તુ ગુલુભાઈ ગેણા, ૩) ઝાકીરહુસેન ઇબ્રાહિમ ભાઈ બુલા, ૪) મુસ્તાક ગુલામહુસેન પટેલ (તમામ, રહે. મોડાસા) ને દબોચી લઈ રોકડ રકમ રૂ.૧૫૩૦૦/-, મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૨૦૦૦/- તથા જુગારના સાધનો પત્તા નંગ-૫૨ મળી કુલ રૂ.૧૭૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા ૧) અજગર ઉર્ફે જુબેર ઇકબાલભાઇ સુથાર, ૨) ઈમ્તિયાઝ ઉર્ફે છીકણી ગુલુભાઈ સુથાર, ૩) રશીદ હબીબભાઇ શેખ તથા ૪) આરીફ ઉર્ફે બમ્બૈયો વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ કલમ મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા પોસઈ મહેશ સંગાડા અને તેમની ટીમે ડોડીસરા ગામે કોમ્બિંગ હાથધરી પ્રભુદાસ રૂપાજી બળેવા ખેતરમાં નીતિન પાઉલભાઈ બળેવાએ અને ઝાડી-ઝાંખરામાં સંતાડી રાખેલી વિદેશી દારૂની પેટી-૧૬ કિં.રૂ.૫૧૦૦૦/-, પ્રભુદાસ રૂપાજી બળેવા ઘરની પાછળ ડુંગરની તળેટીમાં વિદેશી દારૂ રૂ.૨૫૭૦૦/- તથા સજ્જન ઉર્ફે રાજુ પ્રભુદાસ બળેવાએ ઘરની પાછળ અને ડુંગરની કોતરમાં છુપાવી રાખેલ વિદેશી દારૂ રૂ.૩૦૦૦૦/- નો ઝડપી પાડ્યો હતો. હોળી-ધૂળેટીના તહેવારમાં પોલીસતંત્ર સક્રિય બનતા તેજીના સમયે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.