મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના બહુપ્રતિક્ષિત ભાષણમાં રાષ્ટ્રવાદ પર લાંબું વક્તવ્ય આપ્યું હતું. પ્રણવ મુખર્જીએ પોતાના સંબોધનની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દિધું કે તે નેશન (દેશ), નેશનલિઝમ (રાષ્ટ્રવાદ) અને પેટ્રિયોટિઝમ (દેશભક્તિ) પર વાત કરવા આવ્યા છે. પ્રણવ મુખર્જીએ કહ્યું કે, રાષ્ટ્રવાદ કોઈ ધર્મ કે ભાશામાં નહીં વહેચાયેલો. પૂર્વ રાષ્ટ્રપતિ પોતાના ભાષણમાં ભારતીય રાજ્ય અને પ્રાચીન મહાજનપદો, મૌર્ય, ગુપ્ત, મુગલ અને બ્રિટિશ શાસનથી આઝાદ ભારત સુધી લઈને આવ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં તિલક, ટાગોર, મહાત્મા ગાંધી, નહેરુ સહિત અન્ય વિદ્વાનોને ટાંકતા રાષ્ટ્રવાદ અને દેશ પર પોતાનું મંતવ્ય મુક્યું છે.

ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખર્જીના સંધના કાર્યક્રમમાં આવવાને લઈને મોટી રાજનીતિનો વિવાદ છેડાયો હતો. કોંગ્રેસના ઘણા નેતાઓએ મુખર્જીને સંઘના કાર્યક્રમાં શામેલ ન થવાની સલાહ આપી હતી. પ્રણવ મુખર્જીની દીકરી અને કોંગ્રેસ નેત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પણ થોડા સમય પહેલા અપીલ કરી હતી. જે પછી પણ મુખર્જી કાર્યક્રમાં શામેલ થયા અને દેશભક્તિ પર લાંબુ વ્યાખ્યાન આપ્યું હતું. સંઘના કાર્યક્રમમાં હાજર સ્વયંસેવકોને સંબોધતા કહ્યું કે, તમે લોકો અનુશાસિત અને ટ્રેંડ છો, શાંતિ અને સૌહાર્દ માટે કામ કરો.

પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા પ્રણ મુખર્જીએ કહ્યું કે, ધર્મ, મતભેદ અને અસહિષ્ણુંતાથી ભારતને પરિભાષિત કરવાનો તમમ પ્રયાસ નાકામ બનાવશો. તેમણે કહ્યું કે, અસહિષ્ણુંતા ભારતની ઓળખને ખરાબ બનાવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ઓળખ અને ભારતીય રાષ્ટ્રવાદ સાર્વભૌમિક્તા અને સહ-અસ્તિત્વથી પેદા થઈ છે.