નવી દિલ્હી: ભારતીય કમ્યુનીસ્ટ પાર્ટી (માર્કસવાદી) - સીપીઆઈ (એમ)ની કેન્દ્રીય સમિતિની , ૧૯ થી ૨૧ જાન્યુઆરી દરમ્યાન કલકત્તામાં, તેના રાજકીય પ્રસ્તાવના ખરડા પર ચર્ચા કરી તેમાં સુધારાવધારા સાથે તેણે સ્વીકારવા માટે મળેલી બેઠકમાંથી આવેલ નિષ્કર્ષ પર, ડાબેરી તેમજ પ્રગતિશીલ વર્તુળોમાં રસ જગાવ્યો છે તે  સમજી શકાય તેવી બાબત છે. ફાસીવાદ કે પછી સેમી ફાસીવાદ આવવાના કોઈ આસાર દેખાઈ રહ્યા છે કે કેમ થી લઈને જો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની સાથે ભારતીય જનતા પાર્ટી, ૨૦૧૯માં લોકસભામાં ફરી સત્તામાં આવે તો, ડાબેરી પક્ષ માટે ફરીવાર જવાબદારી નિભાવવાનો જીવન મરણનો ઐતિહાસિક પ્રશ્ન ખડો થઇ જશે. સપ્ટેમ્બર ૨૦૧૬થી ચાલી રહેલ આંતરિક ચર્ચા જેણે જાહેર જનતા અને મીડિયાનું કેટલુક ધ્યાન ખેંચ્યું છે તે એ છે કે શું હાલમાં ભારતમાં, “ફાસીવાદી વ્યવસ્થાની સ્થાપના માટે રાજકીય, આર્થિક અને વર્ગના સંદર્ભમાં... પરિસ્થિતિ ” અસ્તિત્વમાં છે કે કેમ અને જો હોય તો તેનો સામનો કરવા માટે ક્યા પ્રકારના રાજકીય ફ્રન્ટ કે જોડાણો જરૂરી છે.

સીપીઆઈ (એમ)માં પ્રવર્તમાન દ્રષ્ટિકોણ જેણે ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી પ્રકાશ કરાત દ્વારા વાચા આપવામાં આવી છે તે એ છે કે ફાસીવાદનો ઉદય થયો નથી અથવા તો ખુબ નજીવું અસ્તિત્વ ધરાવે છે. પરંતુ બંને રીતે, ઉપરથી પજ્યની કેટલીક સંસ્થાઓમાં અને નીચેથી “હિન્દુત્વ બ્રિગેડ” દ્વારા, સામાજિક અને રાજકીય સ્તરે હિન્દુત્વની લાઈન પર ફેરબદલ માટેના વ્યવસ્થિત પ્રયાસો કરાઈ રહ્યા છે જે લોકશાહી અને ધર્મનિરપેક્ષતા સામે મોટો ખતરો ઉભો કરી રહ્યા છે. શું કરવું જરૂરી છે તે બાબતે મોટાભાગના કેન્દ્રીય સમિતિના સદસ્યો માને છે કે “નવ ઉદારવાદ” અને ”સાંપ્રદાયિકતા”નો સામનો કરવા માટેની લડત, સામુહિક લડતના ભાગ તરીકે લડવાની જરૂર છે. અને આથી જ, બીજેપીની જેમજ કોંગ્રેસ પણ “નવ ઉદારતાવાદનો ઉપયોગ સત્તાધારી વર્ગના હિતમાં” કરતી હોવાથી આ લડતમાં તેને સાથી બનાવી શકાય નહિ.

આનો વિકલ્પ, પાર્ટીના હાલના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી દ્વારા રજુ કરાયો, જે મુજબ તેઓ એવું વિચારતા લાગે છે કે આ “કોઈ ગઠબંધન નહિ અને કોંગ્રેસ સાથે કોઈ સમજોતો નહિ કરવાની વાત” નાસમજણ ભરેલ છે. પરંતુ કેન્દ્રીય સમિતિની બેઠકમાં થયેલ મતદાનમાં આ વિકલ્પની હાર થઇ હતી. જો આ નિર્ણયને એપ્રિલમાં યોજાનાર પાર્ટીના સંમેલનમાં બદલવામાં નહિ આવે તો, આ સુધારાયેલ પ્રસ્તાવ, કોંગ્રેસ સાથે ચુંટણીલક્ષી કે અન્ય કોઈપણ પ્રકારના ગઠબંધનનો વિરોધ કરે છે.

આ પડકારને વધુ બૃહદ રીતે જોઈએ તો, માત્ર સીપીઆઈ (એમ)ના સંદર્ભમાજ નહિ, પરંતુ ૧૯૨૦ અને ૧૯૩૦માં ડાબેરીઓ દ્વારા જર્મનીમાં કરાયેલ ઐતિહાસિક ભૂલોમાંથી શીખ લેતા, ભારતીય ડાબેરીઓએ સેમી ફાસીવાદનો સામનો કરવા માટે સૌપ્રથમ, ભારતીય ડાબેરીઓના “યુનાઇટેડ ફ્રન્ટ”નું ગઠન કરવાની જરૂર છે. પાર્લામેન્ટરી ડાબેરી પક્ષોની સાથે સાથે જક્કી ડાબેરીઓ અને સમાજવાદીઓનો પણ સમાવેશ કરવાની જરૂર છે. કમ્યુનીસ્ટ ડાબેરીઓએ તેમના ચુસ્ત વાડાઓમાંથી બદલાવ લાવી સમાજવાદી પરંપરાઓના બાહુલ્યનું સમ્માન કરવાની જરૂર છે. વધુમાં, યુનાઈટેડ ફ્રન્ટે તેના કાર્યક્રમમાં નવ ઉદારતાવાદ વિરોધી પરિબળનો ઉમેરો કરવાની જરૂર છે. કોઈપણ યુનાઈટેડ ફ્રંતને તેના નામને સાર્થક કરવા માટે નવ ઉદારતાવાદી સમયગાળામાં મૂડીના એકત્રીકરણ ને કારણે પેદા થયેલ, રાક્ષસકાયી વર્ગ વિગ્રહનો અને તેની સાથે સંકળાયેલ, ચુંટણી પ્રક્રિયામાં પૈસા અને ધનની તાકાતના નગ્ન દેખાડાથી ચુંટણી પ્રક્રિયાને હાઈજેક થઈ જતી રોકવા માટે, તેનો વિરોધ કરવાની જરૂર છે.

ત્યારપછી, આ યુનાઈટેડ ફ્રન્ટે નિર્ણય કરવો જોઈએ કે ક્યારે, કોની સાથે અને કઈ શરતોએ, લિબરલ પક્ષો અને સરકાર સાથે “પોપ્યુલર ફ્રન્ટ”ની રચના કરવા માટે ગઠબંધન કરવું કે કેમ. તેણે એ પણ નિર્ણય કરવો જોઈએ કે ક્યારે અને કઈ શરતોએ દક્ષીણપંથી પક્ષો સાથે પણ, ફાસીવાદ વિરોધી તમામ તાકાતોને એકથી કરવા માટે ગઠબંધન કરી “નેશનલ ફ્રન્ટ”ની રચના કરાવી કે કેમ. યુનાઈટેડ ફ્રન્ટે, ખાસ કરીને મુસ્લિમો પ્રત્યે વધી રહેલ નફરત અને ભેદભાવને માત્ર ધાર્મિક ઓળખાણના આધારેજ નહિ પરંતુ માળખાકીય અસમાનતા અને તેમાના મોટા ભાગના લોકો, દમન અને અત્યાચાર સહેવા મજબુર રહેલ વર્ગોમાંથી ધર્મપરિવર્તન થયેલ લોકો છે, એ ઐતિહાસિક હકીકતને ધ્યાનમાં રાખવાની જરૂર છે. તેણે આ દ્રષ્ટિકોણને પોપ્યુલર અને યુનાઈટેડ ફ્રન્ટમાં વાચા આપવાની જરૂર છે.

હાલમાં ઘણા મુસ્લિમ યુવકો પોલીસ અને ક્રિમીનલ જસ્ટીસ સિસ્ટમને હાથે પ્રતાડિત થઇ રહ્યા છે. રાજ્યની સક્રિય સંલાગ્નાતામાં, હિન્દુત્વવાદી રાષ્ટ્રવાદી તાકાતો મુસ્લિમોને કચડી રહી છે. પોલીસ અને કોર્ટો, રક્ષણ આપવામાં અને ન્યાય આપવામાં મોટાભાગે અસફળ રહી છે, ત્યાં સુધીકે સમુદાયના નોંધપાત્ર સંખ્યામાં લોકો રાજ્યના હાથમાંનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. કોઈપણ યુનાઈટેડ કે પોપ્યુલર ફ્રન્ટે દમન કરાયેલ મુસલમાનો અને હિન્દુત્વવાદી બ્રાહ્મણવાદી પરિબળો દ્વારા પીડિત, ખાસ કરીને આર્થિક રીતે શોષિત અને સામાજિક રીતે પ્રતાડિત વર્ગને પોતાની તરફેણમાં કરવાની જરૂર છે.

ફાસીવાદ અને સેમી ફાસીવાદના મુળિયાઓને શોધીને તેમજ તેની ઉત્પત્તિ માટે સહાયક સામાજિક, આર્થિક અને માનસિક પરીસ્થીતીઓના અભ્યાસ દ્વારા જ યુનાઈટેડ ફ્રન્ટ તેની નાબુદી માટેના રસ્તાઓ શોધી શકશે. ત્યારબાદ જ તે હોંશિયારીપૂર્વક પોપ્યુલર ફ્રન્ટનું ગઠન કરી શકશે અને જો જરૂરી લાગે તો, ફાસીવાદ અને સેમી ફાસીવાદની વિરુદ્ધમાં બહુમતી લોકોને એકઠા કરી નેશનલ ફ્રન્ટની રચના કરી શકશે. આપને એ ધ્યાન રાખવું જોઈએ કે આ સમયે સંઘ પરિવારની રાજકીય પાર્ટી સત્તામાં છે અને જો તે ૨૦૧૯માં પણ હિન્દુત્વવાદી રાષ્ટ્રવાદી ચળવળના સહયોગથી સત્તામાં આવવામાં સફળ રહેશે તો તે તેના હિન્દુરાષ્ટ્રના લક્ષ્યને સાકાર કરવા માટે ઉદાર રાજકીય લોકશાહી સાથે કદાચ સમજાવટ પણ કરે.  

આર્ટિકલ epw.in માંથી સાભાર લેવામાં આવ્યો છે.