મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશ હજુ 13,540 કરોડના પીએનબી મહાકૌભાંડના ઝટકાને સહન નથી કરી શક્યો ત્યાંચેન્નાઈની એક જ્વેલરી કંપની કનિષ્ક ગોલ્ડ પ્રાઈવેટ લિ. (કેજીપીએલ)નું 824.15 કરોડ રૂપિયાનું બેન્ક કૌભાંડ સામે આવ્યું છે. સરકારી અને ખાનગી 14 બેન્કોથી નાણા લેવા માટે નકલી દસ્તાવેજો એને બેન્ક સ્ટેટમેન્ટનો ઉપયોગ કર્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના આ કૌભાડમાં સીબીઆઈની તપાસની માગ પછી સીબીઆઈએ એફઆઈઆર ફાઈલ કરી છે. હિરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જેમ કેજીપીએલના માલિક ભૂપેશ કુમાર જૈન તથા તેની પત્ની નીતા જૈન વિદેશ ભાગી ગયા છે.

લોન આપનાર બેન્કોએ બુધવારે કહ્યું કે તે કંપનીના માલિક જૈન દંપત્તીનો સંપર્ક કરી નથી શકતા. માનવામાં આવે છે કે હવે મોરેશિયસમાં છે. 14 બેન્કોના સંઘની તરફથી એસબીઆઈની ફરિયાદ પર સીબીઆઈએ મામલામાં બુધવારે એફઆઈઆર ફાઈલ કરી છે. તપાસ એજન્સીએ કનિષ્ક ગોલ્ડ પ્રાઈવેટ લિ.ના પ્રમોટર નિદેશક ભૂપેશ કુમાર જૈન, નિદેશક નીતા જૈન, તેજરાજ અચ્છા, અજય કુમાર જૈન અને સુમિત કેડિયા સહિત અજ્ઞાત સરકારી કર્મચારીઓ સામે કેસ ફાઈલ કરી લીધો છે.

એસબીઆઈએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે સોના અને ઘરેણા બનાવવા વાળી કનિષ્ક ગોલ્ડના વેચાણ કરનાર બ્રાન્ડનું નામ ક્રિજ છે. પણ વર્ષ 2015માં તેને બિઝનેસ મોડલ બી2બી (બિઝનેસ ટુ બિઝનેસ) કરી લીધું છે અને મોટા પાયે રિટેલ જ્વેલર બનાવાયું છે. વર્ષ 2008માં તેની બેન્કીંગ પ્રણાલી બહુઆયામી બેકિંગ પ્રણાલી બની ગઈ. એસબીઆઈના આરોપ છે કે 824.15 કરોડના દેવા પર સિક્યુરીટિ ફક્ત 156.65 કરોડ રૂપિયાની છે. સ્ટેટબેન્કએ કનિષ્ક ગોલ્ડ પર દલસ્તાવેજોમાં ફેરબદલ અને રાતોરાત દુકાન બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. તેની માહિતી સૌથી પહેલા એસબીઆઈને 11 નવેમ્બર 2017માં રિઝર્વ બેન્કને આપી હતી. જાન્યુઆરી સુધી બીજી બેન્કોએ પણ છેતરપીંડી અંગે કહ્યું છે.

વર્ષ 2008થી શરૂ થયેલા કૌભાડમાં દસ વર્ષના સમયમાં એસબીઆઈમાં સર્વાધિક દેવું 240 કરોડ રૂપિયા છે. જે પછી પંજાબ નેશનલ બેન્ક 128 કરોડ, બેન્ક ઓફ ઈન્ડિયા 46 કરોડ, આઈડીબીઆઈ 49 કરોડ, સિન્ડિકેટ બેન્ક 54 કરોડ, યુનિયન બેન્ક 53 કરોડ. યુકો બેન્ક 45 કરોડ, સેન્ટ્ર્લ બેન્ક 22 કરોડ, કોર્પોરેશન બેન્ક 23 કરોડ, બેન્ક ઓફ બડોદા 32 કરોડ, તમિલનાડુ મર્ચેન્ટાઈલ બેન્ક 27 કરોડ, એચડીએફસી 27 કરોડ, આઈસીઆઈસીઆઈ બેન્ક 27 કરોડ અને આંધ્ર બેન્ક પાસેથી 32 કરોડની લોન લીધેલી છે.