મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેબિનટ મંત્રીઓએ શપથ લીધાના બીજા દિવસે તેમને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમિત શાહને ગૃહમંત્રી, રાજનાથ સિંહને રક્ષામંત્રી, નિર્મલા સિતારમણને નાણામંત્રી, નીતિન ગડકરીને રોડ-ટ્રાંસપોર્ટ અને હાઇવે, પિયુષ ગોયલને રેલવે મંત્રી બનાવાયા છે. મંત્રીઓની યાદી આ પ્રમાણે છે.

1. નરેન્દ્ર મોદી (વડાપ્રધાન) :વડાપ્રધાન પદની સાથે પર્સનલ, જન ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય. આ સિવાય તે દરેક મંત્રાલય જે ફાળવવામાં આવ્યા નથી.

2. રાજનાથ સિંહ (કેબિનેટ મંત્રી): રક્ષા મંત્રાલય

3. અમિત શાહ (કેબિનેટ મંત્રી):    ગૃહ મંત્રાલય

4. નિતિન ગડકરી (કેબિનેટ મંત્રી) : માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

5. સદાનંદ ગૌડા (કેબિનેટ મંત્રી) :  કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલય

6. નિર્મલા સીતારમણ (કેબિનેટ મંત્રી) :    નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય

7. રામવિલાસ પાસવાન (કેબિનેટ મંત્રી) : ખાદ્ય-સાર્વજનિક વીતરણ મંત્રાલય

8. નરેન્દ્ર સિંહ તોમર (કેબિનેટ મંત્રી) :     કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ

9. રવિશંકર પ્રસાદ (કેબિનેટ મંત્રી) :        કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ

10. હરસિમરત કૌર બાદલ (કેબિનેટ મંત્રી) :      ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

11. એસ. જયશંકર (કેબિનેટ મંત્રી) : વિદેશ મંત્રાલય

12. રમેશ પોખરિયાલ નિશંક (કેબિનેટ મંત્રી) :    માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય

13. થાવર ચંદ ગેહલોત (કેબિનેટ મંત્રી) :  સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય

14. અર્જુન મુંડા (કેબિનેટ મંત્રી) :  આદિવાસી મામલે મંત્રાલય

15. સ્મૃતિ ઈરાની (કેબિનેટ મંત્રી) :        મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય

16. હર્ષવર્ધન (કેબિનેટ મંત્રી) :     સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન

17. પ્રકાશ જાવડેકર (કેબિનેટ મંત્રી)        : પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ

18. પીયૂષ ગોયલ (કેબિનેટ મંત્રી) : રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

19. ધર્મેન્દ્ર પ્રધાન (કેબિનેટ મંત્રી)  : ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય

20. મુખ્તાર અબ્બાસ નકવી (કેબિનેટ મંત્રી) :     લઘુમતી મામલે મંત્રાલય

21. પ્રહલાદ જોશી (કેબિનેટ મંત્રી) :      સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ

22. મહેન્દ્ર નાથ પાંડે (કેબિનેટ મંત્રી) :     સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા

23. અરવિંદ સાવંત (કેબિનેટ મંત્રી) : ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય

24. ગિરિગાજ સિંહ (કેબિનેટ મંત્રી) :     પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય

25. :ગજેન્દ્ર સિંહ શેખાવત (કેબિનેટ મંત્રી):  જળ શક્તિ મંત્રાલય 

26. સંતોષ ગંગવાર (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) :       શ્રમ અને રોજગાર મંત્રાલય

27. રાવ ઈન્દ્રજીત સિંહ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) :  સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

28. શ્રીપદ નાઈક (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) : આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય

29. જીતેન્દ્ર સિંહ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) : પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય મંત્રી)

30. કિરણ રિજ્જૂ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) :        યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી)

31. પ્રહલાદ સિંહ પટેલ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) : સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો)

32. આરકે સિંહ (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) :  વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા (રાજ્યમંત્રી)

33. હરદીપ સિંહ પુરી (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) :    શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્યમંત્રી)

34. મનસુખ માંડવિયા (રાજ્ય મંત્રી-સ્વતંત્ર હવાલો) :   શિપિંગ, કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર (રાજ્યમંત્રી)

35. ફગ્ગન સિંહ કુલસ્તે (રાજ્યમંત્રી) :    સ્ટીલ રાજ્ય મંત્રી

36.અશ્વિની ચૌબે (રાજ્ય મંત્રી) : સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ (રાજ્યમંત્રી)

37. જનરલ રિટાયર્ડ વીકે સિંહ (રાજ્ય મંત્રી) :    માર્ગ પરિવહન-રાજમાર્ગ (રાજ્યમંત્રી)

38. કૃષ્ણપાલ ગુજ્જર (રાજ્ય મંત્રી) :    સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)

39. દાનવે રાવસાહેબ દાદારાવ (રાજ્ય મંત્રી) :   ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ (રાજ્યમંત્રી)

40. જી. કિશન રેડ્ડી (રાજ્ય મંત્રી) :ગૃહ રાજ્ય મંત્રી

41. પુરુષોત્તમ રુપાલા (રાજ્ય મંત્રી) :    કૃષિ અને કિસાન મંત્રાલય (રાજ્યમંત્રી)

42. રામદાસ આઠવલે (રાજ્ય મંત્રી) :     સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)

43. સાધ્વી નિરંજન જ્યોતી (રાજ્ય મંત્રી) :      ગ્રામીણ વિકાસ (રાજ્યમંત્રી)

44. બાબુલ સુપ્રિયો (રાજ્ય મંત્રી) :        પર્યાવરણ, વન- જળ-વાયુ પરિવર્તન (રાજ્યમંત્રી)

45. સંજીવ કુમાર બલિયાન (રાજ્ય મંત્રી) :        પશુ પાલન, ડેરી, મત્સ્ય પાલન (રાજ્યમંત્રી)

46. ધોત્રે સંજય શમરાવ (રાજ્ય મંત્રી) :   માનવ સંશાધન વિકાસ,સંચાર અને ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રદ્યોગિક (રાજ્યમંત્રી)

47. અનુરાગ ઠાકુર સિંહ (રાજ્ય મંત્રી) :   નાણા અને કોર્પોરેટ મામલે (રાજ્યમંત્રી)

48. સુરેશ અંગાદિ (રાજ્ય મંત્રી) :  રેલવે (રાજ્યમંત્રી)

49. નિત્યાનંદ રાય (રાજ્ય મંત્રી) : ગૃહ (રાજ્યમંત્રી)

50. વી મુરલીધરન (રાજ્યમંત્રી) :  વિદેશ, સંસદીય કાર્યના રાજ્યમંત્રી

51. રેણુકા સિંહ (રાજ્યમંત્રી) :     આદિવાસી મામલે (રાજ્યમંત્રી)

52. સોમ પ્રકાશ (રાજ્યમંત્રી) :     વાણિજ્ય અને ઉદ્યોગ (રાજ્યમંત્રી)

53. રામેશ્વર તેલી (રાજ્યમંત્રી) :   ખાદ્ય પ્રસંસ્કરણ (રાજ્યમંત્રી)

54. પ્રતાપ ચંદ્ર સારંગી (રાજ્યમંત્રી) :     સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, પશુપાલન, ડેરી-મત્સ્ય પાલન (રાજ્યમંત્રી)

55. કૈલાશ ચૌધરી (રાજ્યમંત્રી) :   કૃષિ અને કિસાન કલ્યાણ (રાજ્યમંત્રી)

56. દેબોશ્રી ચૌધરી (રાજ્યમંત્રી) : મહિલા અને બાળ વિકાસ (રાજ્યમંત્રી)

57. અર્જુન રામ મેઘવાલ (રાજ્યમંત્રી) :   સંસદીય કાર્ય, ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ રાજ્યમંત્રી

58. રતન લાલ કટારિયા (રાજ્યમંત્રી) :    જળ-શક્તિ અને સામાજિક ન્યાય, સશક્તિ કરણ (રાજ્યમંત્રી)