મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનું કહેવું છે કે તે સારી સ્ટોરીઝ પર આધારિત ફિલ્મોમાં કામ કરે છે. આમિર ખાનને ફિલ્મ જગતમાં આવ્યે ત્રણ દાસકાઓ થઈ ગયા છે. આમિર ખાનને તેના ફિલ્મોના સિલેક્શન અંગે પુછવામાં આવેલા એક સવાલમાં તેણે કહ્યું કે, હું તે જ ફિલ્મો કરું છું જેની કહાની પર મને વિશ્વાસ રહે છે. હું કોમર્શિયલ ફિલ્મ અને વિષય પ્રધાન ફિલ્મોને અલગ નથી માનતો. મારું ફોકસ છે કે હું તેવી ફિલ્મો કરું, જેના પર મને વિશ્વાસ હોય. તેણે આગળ કહ્યું કે જ્યારે હું તલાશ જેવી ફિલ્મ સિલેક્ટ કરું છું તો મને ખબર હોય છે કે આ વર્ષની સૌથી હિટ ફિલ્મ નથી બની શકે, છતાં મને તે કરવામાં સંતુષ્ટી મળે છે.

હું આ નથી વિચારતો કે મારી આગામી ફિલ્મની કયા સામાજીક મુદ્દા પર થશે. હું ફક્ત સારી ફિલ્મો બનાવવા માગું છું. આમિર ખાને કહ્યું કે, મારી ફિલ્મો દરેક પ્રકારની હોય છે. અહીં ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, દેલ્હી બેલી, દંગલ જેવી ફિલ્મોનું મિક્સ થાય છે. હું ફિલ્મ સ્ક્રિપ્ટને એક ઓડિયન્સની રીતે સાંભળું છું. સ્ક્રિપ્ટમાં કાંઈક એવું હોવું જોઈએ જે મને ઉત્સાહીત કરે, રોમાંચિત લાગે.. ક્યારેક તેની સાથે કાંઈક સંદેશ પણ હોય છે, ક્યારેક નથી હોતો.