મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રુસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વાર્ષિક દ્વિપક્ષીય શિખર બેઠકમાં ભાગ લેવા માટે બે દિવસીય ભારત યાત્રા પર ગુરુવારે પહોંચ્યા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પુતિનના ભારત પહોંચવા પર તેમની આગેવાની કરી હતી. તે પછી પુતિન સીધા લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી નિવાસ પર ગયા હતા જ્યાં બને નેતાઓએ સામ સામે બેઠક કરી હતી. બાદમાં પ્રધાનમંત્રીએ તેમના માટે એક અંગત રાત્રિભોજનનું આયોજન કર્યું. રુસી રાષ્ટ્રપતિ સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવી છે જેમાં ઉપ-પ્રધાનમંત્રી યૂરી બોરિસોવ, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને વેપાર અને ઉદ્યોગ મંત્રી ડેનિસ મંતુરોવ શામેલ છે. સૂત્રો મુજબ બંને દેશો વચ્ચે અંદાજીત 7 અબજ ડોલરના વ્યવહારોનો નિર્ણય થઈ શકે છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે રાષ્ટ્રપતિ પુતિન, ભારતમાં તમારું સ્વાગત છે. વાતચિતને લઈને ઉત્સુક છું, તેનાથી ભારત-રુસ સંબંધ વધુ પ્રગાઢ થશે. તેમનું ટ્વીટ રુસી ભાષામાં પણ પોસ્ટ કરાયું હતું.

ભારત અને રુસ વચ્ચે આજે S-400 મિસાઈલ ડિફેન્સ ડીલ પર સહી થવાની સંભાવના છે. તે ઉપરાંત અંતરિક્ષ અને ઉર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં ઘણા કરારો પર પણ બંને દેશોમાં કરાર થઈ શકે છે. ત્યાં આજે  સંમેલનમાં બંને નેતા વિભિન્ન દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર મોટી ચર્ચા કરશે. તેમાં મોકો સામે અમેરિકી પ્રતિબંધ અને આતંકવાદ વિરોધી સહયોગ શામેલ છે.

ભારત-રુસ વચ્ચે રક્ષા પ્રણાલી આપવા માટે પાંચ અબજ ડોલરના કરાર શામેલ છે. સહી થનારા કરારોમાં રક્ષા, અંતરિક્ષ, વેપાર, ઉર્જા અને પર્યટન જેવા પ્રમુખ ક્ષેત્રોમાં સહયોગને વધારો મળશે. જોકે મુખ્ય ધ્યાન S-400 મિસાઈલની રક્ષા પ્રણાલી કરાર પર છે. કારણ કે જો આ પર સહી કરાશે તો તેનાથી રુસના હથિયારો ખરીદવા પર અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન થઈ શકે છે. ત્યાં મોદી અને પુતિન ઈરાનના કાચા તેલના આયત પર અમેરિકી પ્રતિબંધોને પ્રભાવ પર પણ વિચાર કરી શકે છે. રુસ ભારતના પ્રમુખ હથિયાર પૂર્તિકર્તાઓ પૈકી એક રહ્યા છે.