મેરાન્યૂઝ નેટવર્ક.કેલિફોર્નિયાઃ અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયા ખાતે અલગ અલગ સાત સ્થળો પર ફાયરિંગની ઘટનાઓ બની જે જેમાં 4 વ્યક્તિના મોત નિપજ્યા છે. શાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી આ ઘટનાને પગલે ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનામાં જ્યાં શાળામાં ફાયરિંગ કરાયું ત્યાં બે માસુમ બાળકોના મોત નિપજ્યા છે.

સુત્રો કહે છે કે, સ્થાનિક પોલીસે હુમલાખોરને ઠાર કરી દીધો છે. ઉપરાંત અમેરિકાના વાઈસ પ્રેસીડેન્ટ ટ્વીટ કરતા કહે છે કે, બનેલી ઘટનાથી દુઃખ થયું છે. ઉલ્લેખનીય છે કે થોડા જ વખત પહેલા ટેક્સાસમાં પણ એક ચર્ચમાં અને લાસ વેગસમાં પણ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તો ઘણા ઈજાગ્રસ્ત થયા હતા.