મેરાન્યૂઝ નેટવર્ક.અલ્જીયર્સઃ આફ્રીકી દેશ અલ્જીરિયામાં સેનાના એક ટ્રાન્સપોર્ટ પ્લેનના ક્રેશ થઈ જવાથી 257 લોકોના મોત થયા છે. અલ્જીરિયાની ઈમર્જન્સી સર્વિસએ પૃષ્ટી કરી છે કે દુર્ઘટનામાં 257 લોકો માર્યા ગયા છે.  વિમાનમાં સૌથી વધુ સૈન્યકર્મીઓ સવાર હતા. બુધવારે સવારે આ વિમાન બૉફેરિક મિલેટરી એરપોર્ટ પર ક્રેશ થયું. ટીવી ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, 14 એમ્બ્યુલન્સ અને 10 ફાયરફાઈટર દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા અને બાકી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા. અલ્જીરિયાઈ રેડિયો રિપોર્ટ મુજબ વિમાન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, અને વિમાનમાં લગભગ 300 લોકો સવાર હતા.

અલ અરેબિયાના મુજબ, દુર્ઘટના સ્થળ દેશની રાજધાની અલ્જીયર્સથી 30 કિમી દુર છે અને ઘટનામાં કોઈ પણ બચ્યું નથી. બીબીસીનું માનીએ તો મરનારાઓની સંખ્યા 200થી વધુ જઈ શકે છે. રુસ નિર્મિત આ II-76 વિમાન દક્ષિણ પશ્ચિમી અલ્જીરિયાના માટે રવાના થયું હતું. ગલ્ફ ન્યૂઝ મુજબ, પ્લેનમાં સૈનિકો સાથે જ સૈન્ય ઉપકરણ લઈ જવાઈ રહ્યા હતા. વિમાન સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગે ક્રેશ થયું હતું. એરપોર્ટની તરફ જનાર તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. જેથી ઈમર્જન્સી સેવાઓને કોઈ તકલીફ પડે નહીં. જોકે, અલ્જીરિયાઈ મિલેટરી સૂત્રએ સ્થાનીક ન્યૂઝ ચેનલને કહ્યું કે વિમાન દર્ઘટનામાં કોઈ પણ બચી શક્યું નથી.