મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીની તાજેતરમાં ગોવામાં શ્ર્લોકા મેહતા સાથે સગાઇ થઇ હતી. શ્ર્લોકા હીરાના વ્યવસાયી રસેલ મેહતાની પુત્રી છે. આકાશ અને શ્ર્લોકા ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. સગાઇ દરમિયાનની તેમની તસવીરો વાયરલ થઇ છે.

આ તસવીરોમાં નીતા અંબાણીએ ઑફ વ્હાઇટ એથનિક ડ્રેસ પહેર્યો છે. મુકેશ અંબાણી પણ હાફ સ્લીવ્સ ચેક્સ શર્ટમાં દેખાય છે. મુકેશ અંબાણીના માતા કોકિલાબેને પિંક સાડી પહેરી છે. આકાશ અંબાણીએ ડ્રાઉઝર અને બ્લેઝર પહેર્યું હતું તથા શ્ર્લોકા મેહતા ગ્રે રંગના રોજ બોર્ડર ગાઉનમાં નજરે પડે છે. શ્ર્લોકા મેહતાએ પહેરલ આ ગાઉન બ્રિટિશ લેબલ નીડલ એન્ડ થ્રેડનું છે અને આ ગાઉનની કિંમત 850 પાઉન્ડ એટલે કે 78,137 રૂપિયાનું છે. વર્ષ 2017માં બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ગોવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં આ જ ડ્રેસ પહેર્યો હતો પરંતુ તેનો રંગ બ્લેક હતો જ્યારે શ્ર્લોકાએ પહેરેલ ડ્રેસનો રંગ ગ્રે હતો.