મેરાન્યૂઝ નેટવર્ક, માલે: એર ઇન્ડિયાનું વિમાને આજે શુક્રવારે માલદીવમાં આકસ્મિક રીતે નવા બની રહેલ રનવે પર લેન્ડ થયું.  વિમાન લેન્ડિંગ દરમિયાન મોટો અકસ્માત ટળ્યો અને તમામ યાત્રીઓનો બચાવ થયો હતો. આ વિમાન કેરળના તિરુવનંતપુરમથી 136 મુસાફરો સાથે ઉડાણ ભરી માલદિવના માલે એરપોર્ટ પર પહોંચ્યુ હતું.

એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વિમાન ‘વીટી એક્સએલ વિમાનનું માલદીવના માલે માં નવા બની રહેલ રનવે પર લેન્ડિંગ થયુ હતું. લેન્ડિંગ દરમિયાન વિમાનનાં બે ટાયર ફાટી ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર એર ઇન્ડિયાની ફ્લાઇટ 320 NEO ખોટા નિર્દેશને કારણે એક એવા રનવે પર ઉતરી ગયુ જેની કામગીરી ચાલી રહી હતી અને આ રન વે નું લેન્ડિંગ માટે કોઈપણ પ્રકારનું સંચાલન થતુ ન હતું. જો કે પાયલોટે સ્થિતિ પર નિયંત્રણ રાખી વિમાનને સુરક્ષિત રીતે રનવે પર ઉભુ રાખ્યુ હતું અને મોટી દુર્ઘટના ટાળી હતી. આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને બંન પાયલટને ફરજ પરથી ઉતારી દેવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ મહિનામાં પણ જેટ એરવેઝનું રિયાદ જઇ રહેલ વિમાન ખોટા રનવે પર ઉતરી ગયુ હતું. આ ઘટનામાં કોઈ યાત્રીઓને નુકશાન પહોંચ્યું નથી. પરંતુ આ વર્ષે બીજી ઘટના ઘટી છે જેમાં ભારતીય વિમાન ખોટા રન વે પર ઉતર્યું હોય.