મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદમાં આવેલા પ્રહલાદનગર ગાર્ડન ખાતે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સાથે સ્થાનીકોનું સામાન્ય શાબ્દીક યુદ્ધ જામ્યું હતું. અહીં ગાર્ડનમાં રોજીંદી એકસર્સાઈઝ માટે આવતા લોકો દ્વારા હાર્દિક પટેલને અહીં જોઈને પોતાના મંતવ્યો હાર્દિક સામે રજુ કરવામાં આવ્યા હતા. જેમાં હાર્દિક પટેલે પણ પોતાનો મત રજુ કર્યો હતો. આ દરમિયાન સામાન્ય શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. અહીં હાર્દિક પટેલ સાથે તેમના જુના સાથી નીખિલ સવાણી પણ હાજર હતા. જેમણે બાદમાં આ મામલાનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. અહીં આ વીડિયો રજુ કરવામાં આવ્યો છે.