મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં હવે દારૂ પીવો એ એક સામાન્ય બાબત બનતી જાય છે. લોકો પોતાના પરિવાર સાથે પણ મહેફીલ માણતા અગાઉ પણ ઝડપાઈ ચુક્યા છે. આવી વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર દારુની મહેફીલ માણી રહેલા 3 યુવતી સહિત 10ને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પૈકી એક સગા ભાઈ બહેન અને પતિ પત્ની પણ સામેલ છે. આ લોકો એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં લવાયેલો દારૂ પી રહ્યા હતા ત્યારે પોલીસની રેડમાં તેઓ ઝડપાઈ ગયા હતા.

રિજન્ટ પાર્કમાં રહેતો અને નાગપુરમાં નોકરી કરતો મોહિલ પટેલ નામનો યુવક કે જેનો જન્મ દિવસ હતો તેથી તે નાગપુરથી દારુ લાવી મિત્રો સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર યુવક અને યુવતીઓની દારૂની મહેફીલ ચાલે છે. પોલીસે બાતમી મળતાં જ એક્શન લીધી અને તુરંત રિજન્ટ પાર્ક પહોંચી હતા. પોલીસે રેડ કરીને ત્રણ યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 10ને ઝડપી પાડ્યા હતા. તેઓ તમામ પીધેલા હતા. પોલીસે હાજર એક શખ્સની પૂછપરછ તેનું નામ મોહિલ પટેલ હોવાનું જણાવ્યુ હતું. બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે પાર્ટી કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી.

દારૂ પીતા પકડાયેલા

મોહિલ પટેલ (ઉ.વ 27, રિજન્ટ પાર્ક બંગલોઝ, બોડકદેવ)

કિર્તન પટેલ (ઉ.વ 23, સોમેશ્વર પાર્ક, થલતેજ)

ગિરીશ ફુલવાણી (ઉ.વ 26, હરેકૃષ્ણ ટાવર, ઉસ્માનપુરા)

કરણ પટેલ (ઉ.વ 24, ત્રિશુલા ટાવર, હેબતપુર)

ચિરંતન વિક્રમ શાહ (ઉ.વ 27, વર્ધમાન ફ્લેટ, નવરંગપુરા)

શીખા વિક્રમ શાહ (ઉ.વ 26, વર્ધમાન એપાર્ટમેન્ટ, નવરંગપુરા)

કુશાન કંસારા (ઉ.વ 26, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઇટ)

હિમાની કુશાન કંસારા (ઉ.વ 24, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઈટ)

રિષભ ગુપ્તા (ઉ.વ 24, ત્રિશુલ વાટિકા, હેબતપુર)

દેવયાની પટેલ (ઉ.વ 25, હિન્દૂ કોલોની, નવરંગપુરા)