મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ NIMCJ (નેશનલ ઈન્સ્ટીય્ટૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્જ જર્નલિઝમ)ના પ્રોફેસર શશીકાંત ભગતે ‘આદિવાસીના વિકાસમાં મીડિયાની ભૂમિકા’ અંગેના વિષયની પસંદગી કરી તેમાં પીએચડી કરી છે. ઉલ્લેખનીય છે કે તેમના વિષયને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના થિસિસમાં એક સમયે રસ દાખવ્યો હતો. તેમણે આ અંગેના થિસિસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેની કોપી સાથે પત્ર મોકલ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શશિકાંત ભગત સાથે તેમની મુલાકાત થઈ હતી અને તેમણે પીએચડીના વિષય અંગે તેમની સાથે ચર્ચા કરી હતી. જોકે તેમની ચર્ચા દરમ્યાન જ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વિષય પર થિસિસ પુર્ણ થાય ત્યારે આ થિસિસનો ડેટા મારે જોવો છે. તાજેતરમાં શશીકાંત ભગતે તે વિષયના થિસિસ સાથે પીએચડી પૂર્ણ કરવામાં આવ્યું એને નરેન્દ્ર મોદી સાથે થયેલી ચર્ચાને પગલે શશીકાંત ભગતે પોતાના થિસિસની કોપી ઉપરાંત એક પત્ર વડાપ્રધાનને મોકલી આપ્યા છે.