મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: યુપીએના શાસનમાં થયેલ અગુસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડના કથિત વહેટીયા કિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં સફળતા હાંસલ થઇ છે. સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર સાઇ મનોહરના નેતૃત્વમાં એક વિશેષ તપાસ દળ છેલ્લા એક સપ્તાહથી મિશેલને દિલ્હી લાવવા માટે પ્રયાસ કરી રહ્યું હતું. તપાસ દળમાં પ્રત્યર્પણની બધી ઔચપારિકતાઓ પૂર્ણ કરી મિશેલને પાછો લાવવામાં સફળતા હાંસલ કરી. સીબીઆઇએ એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના માર્ગદર્શનથી સમગ્ર અભિયાનનું સમન્વય સીબીઆઇના પ્રભારી નિર્દેશક એમ. નાગેશ્વર રાવે કર્યું હતું.

વીવીઆઇપી હોલિકોપ્ટરના સોદાના આ બહુચર્ચિત કૌભાંડના કથિત વચેટીયા મિશેલને ભારત લાવવા માટે એક સુપરપ્રૂફ યોજના બનાવી હતી. સીબીઆઇના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ યોજનાનું કોડ નેમ ‘યુનિકોર્ન’ રાખવામાં આવ્યુ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મિશલેન લઇને આવી રહેલુ ગલ્ફસ્ટ્રીમનું એક વિમાન મંગળવાર રાત્રે સાડા દસ વાગ્યે દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી નજીક નજીકમાં છે ત્યારે અગુષ્ટા વેસ્ટલેન્ડ મામલે મિશેલને કેન્દ્રની મોદી સરકાર ભારત લઇ આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે અને આગામી સમયમાં ગાંધી પર આક્ષેપબાજી થઇ શકે છે.