નવી દિલ્હીઃ ઓગસ્ટાવેસ્ટલેન્ડના સોદામાં કહેવાતા વચેટિયાના ધારાશાસ્ત્રીએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું છે કે તે (વચેટિયા) યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને અંગત રીતે જાણતા હોવાનું જણાવવા માટે તેના પર દબાણ લાવવામાં આવ્યું હતું. 

ધ્યાન ખેંચતા મુદ્દાઓ 

-વચેટિયા મિશેલના ધારાશાસ્ત્રીકહે છે કે તેમના અસીલ પર સોનિયા ગાંધી સાથે સંપર્ક હોવાનું કબૂલવા માટે દબાણ લાવવામાં આવ્યું હતું.

- ઇન્ડિયા ટુડેએ મિશેલના ધારાશાસ્ત્રી અને તેની બહેન સાથે વાત કરી હતી, તેમણે પણ ઉપર જણાવ્યા મુજબની જ કબૂલાત કરી હતી. 

- કોંગ્રેસ આ અહેવાલ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે તેઓ આ વિવાદને સંસદ સુધી લઈ જશે.

- આ કેસની તપાસ કરનારાઓએ કહેવાતા વીવીઆઈપી ચોપરના કેસમાં કિકબેક (કટકી) લેવાના કેસમાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનાર પાસેથી ખોટી કબૂલાત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટાવેસ્ટલેન્ડ લક્ઝરી હેલિકોપ્ટનો સોદા અંગેનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે તે (વચેટિયા) સોનિયા ગાંધીને અંગત રીતે જાણતા હોવાની કબૂલાત કરવા જણાવવામાં આવ્યું હતું. વચેટિયાના ધારાશાસ્ત્રી અને બહેને આ હકીકતની જાણકારી ઇન્ડિયા ટુડેને આપી હતી. 

યુનાઈટેડ આરબ અમિરાતની અદાલતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે એકાદા વચેટિયાનું મામ આપ્યું છે તેમાંથી ક્રિશ્ચિયન મિશેલ એક મહિનાથી વધુ સમયથી દુબઈમાં અટકાયત હેઠળ છે, એમ તેમના કાઉન્સલ અને મિલાનના વતની રોઝમેરી પાત્રિઝી અને બ્રિટનમાં રહેતી બહેન સાશા ઓઝેમાને અલગ અલગ ટેલિફોન ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું. મિશેલ એક બ્રિટીશ નાગરિક છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડના સોદામાં 60 મિલિયન યુરોને એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરવવાના કેસમાં તે આરોપી છે. આ કેસમાં તપાસ કરનારાઓનું કહેવું છે કે 1997થી 2013ના ગાળામાં મિશેલ 300 વાર ભારત આવ્યો હતો. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ કેસની તૈયાર કરેલી વિગતવાર ફાઈલમાં આ કેસના આરોપીએ વૈશ્વિક સ્તરે સર્વિસ આપતી એફઝેડઈ નામની દુબઈ સ્થિત કંપનીનો ઉપયોગ ઓગસ્ટાવેસ્ટલેન્ડના સોદામાં અપાયેલા કટકીના અને લાંચના નાણાંને અધિકૃત એટલે કે વ્હાઈટ મનીમાં રૂપાંતર કરવા માટે ઉપયોગ કર્યો હતો. જોકે મિશેલે તો કહ્યું છે કે આ સોદામાં તેણે કશું જ ખોટું કર્યું નથી. 

આ વરસે (તપાસ કર્તાઓ) તેની મુલાકાત લેવા માટે દુબઈ ગયા હતા. તેમને તો માત્ર તેની સહી જ જોઈતી હતી. તેઓ તેની પાસે એટલું જ કબૂલ કરાવવા માગતા હતા કે કહેવામાં આવેલી બધી વાતો સાચી નથી તે વાતને સમર્થન આપવાનું હતું. તેણે કહ્યું હતું કે ના, હું તેના પર સહી કરવાન નથી. તેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. 

મિશેલના ધારાશાસ્ત્રી, રોઝમેરી પાત્રિઝી એ કહ્યું હતું કે હું એટલું કહી શકું છે કે તે (મિશેલ) મે મહિનામાં ભારતના સત્તાવાળાઓને અને  યુનાઈટેડ આરબ અમિરાતના સત્તાવાળાઓને બે વાર મળ્યા હતા. તેમણે તેની પાસેથી કબૂલાત કરાવી લેવાની કોશિશ કરી હતી, એમ પાત્રિઝીએ જણાવ્યું હતું.

આ વરસે તેઓ (તપાસ કરનારાઓ) તેમની મુલાકાત લેવા માટે દુબઈ ગયા હતા. તેમને તો વાસ્તવમાં એક સહી જ જોઈતી હતી. તેમને તો એટલું જ જોઈતું હતું કે જે વસ્તુઓ સાચી નહોતી તેને તે સમર્થન આપે. તેણે ના પાડી હતી. હું સહી કરવાનો નથી. ત્યારબાદ તેઓ ભારત પાછા ગયા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી, એવો આક્ષેપ તેની બહેને કર્યો હતો.

પાત્રિઝીએ એવો આગ્રહ રાખ્યો હતો કે તેમના ક્લાયન્ટને કેટલાક કબૂલાત કરતાં નિવેદનો પર સહી કરવા જણાવવામાં આવ્યું હતું. કબૂલાત કરતાં નિવેદન પર તે સહી કરી આપે તો તેેને મુક્તિ આપી દેવામાં આવશે. તેની બહેને આક્ષેપ કર્યો હતો કે મિશલને સોનિયા ગાંધી સાથે કનેક્શન હોવાનું સમજાવવામાં આવ્યું હતું, પરંતુ આ વાતને તેણે સતત નકારી કાઢી હતી. તેણે એક જ વાત કરી હતી કે હું ક્યારેય સોનિયા ગાંધીને મળ્યો નથી. 

તેમના વકીલે દલીલ કરી હતી કે, તેણે એક જ વાત કરી હતી. મેં કોઈને લાંચ આપી નથી. હું સોનિયા ગાંધીને ક્યારેય મળ્યો નથી. મેં તેમને ક્યારેય જોયા નથી. તે આ જ વાત કરતા હતા. આ સાચી વાત છે. સત્તાવાળાઓ જે વાત સાચી ન હોય તે વાત કરવા માટે તેના પર દબાણ કરતાં હોય તેવી સંભાવના છે, કારણ કે તેમને કોઈ જ પુરાવાઓ મળ્યા ન્હોતા. વાસ્તવમાં કોઈ પુરાવા હતા જ નહીં.

જો તે કહેવાતા કબૂલાતનામા પર સહી કરે તો મિશેલને જેલમાંથી મુક્તિ આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ વાતનો જવાબ તેમના વકીલે હકારમાં આપ્યો હતો.

હા, હા તેઓ તેની પાસે આ જ વાત કહેવડાવવા માગતા હતા, એમ ઇટાલીના એટર્નીએ તેમી વિશિષ્ટ અંગ્રેજી વાકછટામાં બોલતા જણાવ્યું હતું. 

પરંતુ તે દસ્તાવેજો પર સહી કરી શક્યો નહોતો, કારણ કે તે ક્યારેય  સોનિયા ગાંધીને મળ્યો જ નહોતો અને લાંચ આપવાને લગતા કોઈ પુરાવાઓ પણ ન્હોતા. તેથી કોઈ લાંચ આપી નહોતી. ના શ્રીમતી ગાંધી. તેનું અસ્તિત્વ જ નથી. આ જ તેમણે કહ્યું હતું. જો તમે કહેશો કે તમે શ્રીમતિ ગાંધીને મળ્યા છો અને તમની સાથે કંઈ કામ હતું તથા તમે આ પેપર પર સહી કરી દોશો તો તમને મુક્ત કરી દેવામાં આવશે. તેઓ તેની પાસે આવું જ કરાવવા માગતા હતા. પરંતુ તેણે તેમ કર્યું નહોતું. 

તેઓ તેની પાસે કબૂલાત કરાવવા માગતા હતા કે તે સોનિયાને જાણે છે.

તેઓ તેની પાસે કબૂલાત કરાવવા માગતા હતા કે તે સોનિયાને જાણે છે. પરંતુ તેણે તે કબૂલાત કરી નહોતી. તેઓ તેની પાસે એ વાતની કબૂલાત કરાવવા માગતા હતા કે તેઓ આ લોકોને મદદ કરી રહ્યા છે. આ લોકો મોટા રાજકારણીઓ છે. પરંતુ તે નથી. તે માત્ર પોતાનું નામ તેમાં ન આવે તે માટે પ્રાયસ કરતો હતો, એવો આક્ષેપ તેની બહેને કર્યો હતો. 

તેઓ તેની પાસે એ બધી બાબતોની કબૂલાત કરાવવા માગતા હતા, પરંતુ તે વાત સાચી નથી. તેણે તેમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેથી તેમણે તેને જેલમાં નાખી દીધો છે. તેણે કહ્યું હતું કે ભારતીયો જ આવું કરી રહ્યા છે. તેણે યુ.એ.ઇ.નો ઉલ્લેખ કર્યો નહોતો, એવો દાો ઓઝેમાને કર્યો હતો. તેની બહેને આક્ષેપ કર્યો હતો કે તેના ભાઈને ચાળીસ દિવસ પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. 

છેલ્લા એક વરસથી તેઓ મિશેલને યુ.એ.ઈ.ની સરકાર ભારતને સોંપી દે તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે. રૂા. 3600 કરોડના લક્ઝરી હેલિકો્ટરના કરારમાં તેણે ભજવેલી ભૂમિકા બદલ તેની સામે ભારતમાં કોર્ટકાર્યવાહી કરી શકાય તે માટે તેને ભારતને હવાલે કરી દેવામાં આવી તેવો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. 

બુધવારે સીબીઆઈના સૂત્રોએ એ હકીકતને સમર્થન આપ્યું હતું કે તપાસ કરતી સંસ્થાના ટોચના અધિકારીઓ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ યુ.એ.ઈ.ની મુલાકાત લીધી હતી. યુ.એ.ઈ.ની સરકાર મિશેલને ભારત સરકારને હવાલે કરી દે તે માટેનો પ્રયાસ તેમણે કર્યો હતો.

આ કેસમાં કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે ઓગસ્ટાવેસ્ટલેન્ડ દ્વારા જુદી જુદી ચેનલનો ઉપયોગ કરીને કટકીની ચૂકવણી કરવામાં આવી હતી. તેમાંની એક ચેનલનો ઉપયોગ વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ જેમ્સે કર્યો હતો. બીજી ચેનલનો ઉપયોગ કાર્લો જરોસા અે ગુઈડો હાસચ્કેએ કર્યો હતો, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઉચ્ચ સ્તરીય સૂત્રોનું કહેવું છે.

ઇન્ડિયા ટુડેએ મે 2017માં આપવામાં આવેલા ઓર્ડરના ફોર્મની કોપી પણ દુબઈના એટર્ની જનરલ પાસેથી મેળવી હતી. તેમાં આ કેસના શકમંદ સામે કેવા પ્રકારના પગલાં લેવાના છે તે અંગેની વિગતો સુપરત ન કરવામાં આવી હોવાથી તેને ભારત સરકારને હવાલે કરી દેવા પર સ્ટે મૂકી દેવામાં આવ્યો છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફાઈલ કરેલી ચાર્જશીટમાં કંપની તથા અન્ય 34 જણાના નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તેમાં ઇન્ડિયન એરફોર્સના પૂર્વ ચીફ એસ. પી. ત્યાગી તથા ઇટાલીની સરકારના અંકુશ હેઠળના અને અગાઉ ફિનમેક્કાનિકાના નામે જાણીતા સંરક્ષણના ક્ષેત્રના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગિયુસેપ્પે ઓરસી અને ઓગસટાવેસ્ટલેન્ડના હેલિકોપ્ટર એકમના પૂર્વ વડા બ્રુનો સ્પાગ્નોલિનીના નામનો સમાવેશ થાય છે. 

આ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે ઓગસ્ટાવેસ્ટલેન્ડ દ્વારા બે અલગ અલગ ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું. તેમાંથી એક ચેનલના કામકાજ ક્રિશ્ચિયન મિશેલ જેમ્સે હેન્ડલ કર્યા હતા. બીજી ચેનલને કાર્લો જેરોસા અને ગુઇડો હાસચ્કેએ હેન્ડલ કર્યા હતા, એમ આ કેસના જાણકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઉચ્ચસ્તરીય સુત્રોનું કહેવું છે.

આ કેસમાં તપાસ કરનારાઓનું કહેવું છે કે જિરોસા અને હાસચ્કેએ ઇન્ડિયન એરફોર્સના પૂર્વ વડાના પિત્રાઈ સાથેની કાવતરું રચીને નવી દિલ્હીની ઓ.પી. ખૈતાન એન્ડ કંપનીના ગૌતમ ખેતાન, ઓડિટરો અને સોલીસિટરો સાથે મળીને કટકાના નાણાંને સત્તાવાર નાણાંમાં રૂપાંતરિત કરવાની કામગીરીક રી હતી. 

આ વરસે જાન્યુઆરી મહિનામાં ઇટાલીની અપીલ કોર્ટ ઓરસિ અને સ્પાગ્નોલિનીને ભ્રષ્ટાચારના આરોપમાંથી મુક્ત કરીદીધા છે. આ માટેનું કારણ આપતા જણાવવામાં આવ્યું છે કે અપૂરતા પુરાવાઓ હોવાને કારણે કોર્ટે ઉપર મુજબનું તારણ રજૂ કર્યું હતું. ભારતે 2013માં હેલિકોપ્ટરની ખરીદી માટેનો કરાર કેન્સલ કરી દીધો  છે.

કોંગ્રેસ પ્રધાનમંત્રી પર નિશાન તાક્યું

ઇન્ડિયા ટુડેના અહેવાલને પ્રતિભાવ આપતા કોંગ્રેસના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારને માથે માછલાં ધોયાં હતાં ઇન્ડિયા ટુડેએ આ અહેવાલથી સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાયો ત્યારબાદ એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ જણાવ્યું હતું કે સીબીઆઈ જેવી સૌથી મહત્વની તપાસ એજન્સીનો કેન્દ્ર સરકાર દુરુપયોગ કરી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાઓ કહ્યું હતું કે તેમનો પક્ષ સંસદમાં આ વિવાદનો મુદ્દો ઊઠાવશે. આ બાબતમાં પ્રધાનમંત્રીએ પોતે જ સમસ્યાનો ઉકેલ આપવો પડશે. સુરજેવાલાઓ મોદી સરકાર પર ગુનેગારોને છટકી જવા દેવાનું કૌભાંડ આચરવાનો અને નિર્દોષ નાગરિકોની પજવણી આક્ષેપ પણ કર્યો છે. વિપક્ષના નેતાઓ સામેના વેર વાળવા માટે ખોટા પુરાવાઓ ઊભા કરવામાં ભારતની અત્યાર સુધીની તવારીખમાં પ્રધાનમંત્રી સંકળાયેલા હોય તેવું આજે પહેલીવાર બન્યું છે, એમ સુરજેવાલાએ કહ્યું હતું. 

(આ અહેવાલ ઈન્ડિયા ટૂડેમાંથી સહાભાર લેવાયો છે જેના ના લેખક અંકિત કુમાર છે, લેખમાં લખાયેલા મંતવ્યો તેમના અંગત છે.)