મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ પંચ)માંથી બહાર કરી દેવામાં આવ્યા છે. તે અહીં વિશેષ આમંત્રિત સદસ્ય હતી. તેમના સ્થાને માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરને વિશેષ આમંત્રિત સદસ્ય બનાવાયા છે. પ્રધાનમંત્રીના કહેવાથી જ પંચનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

કેબિનેટ સચિવાલય દ્વારા અધિસૂચના જાહેર કરી પંચમાં બદલાવની વાત કરાઈ હતી. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે હાલમાં જ કરાયેલા આ બદલાવમાં વડાપ્રધાની મંજુરી પ્રાપ્ત છે. પંચના હાલના ઉપાધ્યક્ષ ડો. રાજીવ કુમાર છે.

અંદાજીત એક મહિના પહેલા જ ઈરાની પાસેથી સૂચના તથા પ્રસારણ મંત્રાલય પણ લઈ લેવામાં આવ્યું હતું. મંત્રાલય બદલ્યા બાદ પણ તે આ સ્થાન પર હતા. જાવડેકર ઉપરાંત કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીતને પણ નીતિ પંચમાં જગ્યા મળી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે યોજના પંચના સ્થાને નીતિ પંચની સ્થાપના કરી હતી. પંચના અધ્યક્ષ પ્રધામંત્રી જ હોય છે. આ નિર્ણય 17મેએ નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સીલની બેઠકથી ફક્ત 7 દિવસ પહેલા લેવાયો છે.

આ બેઠકની અધ્યક્ષતા ખુદ નરેન્દ્ર મોદી કરવાના છે. સ્મૃતિ ઈરાની પાસેથી 15 મેએ સૂચના મંત્રાલય લઈ લેવાયું હું અને તેના સ્થાને રાજ્યમંત્રી રહેલા રાજ્વર્ધન સિંહ ઠાકોરને મંત્રાલયનો સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. સ્મૃતિ હાલ ગુજરાતથી રાજ્યસભામાં સાંસદ છે.