મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની આઠ માસ પૂર્વેની તળિયા ઝાટક તિજોરીમાં વધુ એક મોટું ગાબડું પડયું છે. ધારાસભ્યોએ પગાર વધારાનો ખરડો મંજુર કરીને દલા તરવાડીની ઉક્તિને સાર્થક કરી છે. ત્યાં જ જામનગર મહાનગર પાલિકાના કોર્પોરેટરોએ પણ પક્ષાપક્ષી છોડી જનરલ બોર્ડની મિટિંગમાં દોઢ ગણો પગાર વધારો મંજુર કર્યો છે. 4 હજાર પ્રતિમાસની જગ્યાએ હવે એક કોર્પોરેટર 10 હજારનો પગારદાર બની ગયો છે. નાદારી તરફ આગળ વધતી મહાનગરપાલિકા આગામી સમયમાં નાદારી નોંધાવશે એમ પણ નાગરિકો માની રહ્યા છે. કોર્પોરેટર્સના પગાર વધારાથી વર્ષે મહાનગર પાલિકા પર રૂ.46 લાખનું ભારણ વધશે.

જામનગરમાં જનલર બોર્ડની બેઠક યોજાઈ હતી.જેમાં તમામ કોર્પોરેટર્સ હાજર રહ્યા હતા. તો વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે પ્રશ્નોતરી કરવામાં આવી હતી, તો શાસકપક્ષના સભ્યોએ પણ પોતાના મુદ્દાઓ રજૂ કર્યા હતા... ખાસ કરીને તાજેતરમાં મળેલી જનલર બોર્ડની મિટિંગમાં કરાયેલા ઠરાવમાં કામદારોના વારસદારોને વારસાગત નોકરી આપતો ઠરાવ પસાર થયો હતો. 

ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષ પર દરેક એજેન્ડા પર પસતાળ પાડવામાં આવતી હોય છે. દરેક એજેન્ડાને હા હો કરીને વિરોધ રૂપે વિરોધ કરવામાં આવે છે પરંતુ 10 પૈકીના પગાર વધારાના એજન્ડા પર સર્વાનુંમતે  એટલે કે હિન્દી ચીનીભાઈ ભાઈ ભાજપ કોંગ્રેસના નગર સેવકો ભાઈ ભાઈ બની ગયો હતો અને ચાર હજારના પ્રતિમાસ પગારની જગ્યાએ 10 હજાર કરી દેવામાં આવતા એજન્ડા સર્વાનુંમતે હરખ ભેર પસાર કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ જોઈએ તો આઠ માસ પૂર્વ મહાનગર પાલિકાનું તંત્ર કર્મચારીઓના પગાર પણ કરી શકવા અસર્મથ હતું.

ત્રણેક માસ બાદ અન્ય ગ્રાન્ટના નાણા કર્મચારીઓના પગારમાં તબદીલ કરવામાં આવ્યા હતા. આ સ્થિતિ હજુ પણ બરકાર છે ત્યાં દોઢ ગણો પગાર વધારો કરીને નગર સેવકોએ આર્થિક લાભની લોલુપતાના દર્શન કરાવ્યા  છે. 16 વોર્ડના 64 કોર્પોરેટર્સના વધેલા પગાર વધારાને કારણે મહાનગર પાલિકા પર વર્ષે 46 લાખનું ભારણ વધશે.પગાર કરવામાં ફાફા પડતા હોય તો આ પગાર કયાથી ચુકવવામાં આવશે તે પણ મસમોટો સવાલ છે. શું અગાઉની જેમ વિકાસ કર્યોની ગ્રાન્ટને પગારમાં તબદીલ કરવામાં આવશે એ તો સમય જ બતાવશે.