ગાંધીનગર: કચ્છના મુંદ્રા બંદર ખાતે પર્યાવરણના કાયદાનાં ખુલ્લેઆમ ભંગ કરવા બદલ 2013માં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના પર્યાવરણ મંત્રાલયે અદાણી ગૃપની વોટરફ્રંટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામે રૂ. 200 કરોડનો દંડ અથવા પ્રોજેક્ટ ખર્ચના 1 ટકા લેખે જે વધારે હોય તે દંડ ફટકાર્યો હતો.

ભારતીય જનતા પક્ષની આગેવાનીમાં સપ્ટેબર 2015માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી કેન્દ્રના પર્યાવરણ મંત્રાયલે યુ-ટર્ન લીધો હતો. ત્યારે એવો નિર્ણય લીધો હતો કે, કાયદાનો ભંગ થયો છે પણ તેને દંડ કરવામાં આવ્યો છે તે રીતે દંડ લઈ શકાય નહીં. તેના બદલે એવો આદેશ કરાયો હતો કે, નુકસાનનો અંદાજ કાઢવા માટે તપાસ કરીને પછી નિર્ણય લેવો. તપાસ પૂરી થયા બાદ પર્યાવણને નુકસાન પહોંચાડવા માટે પર્યાવણના સુધારા માટે કંપની જે નક્કી થાય તે પ્રમાણે રકમ ચૂકવશે. ખરેખર નિયમોનો ભંગ કર્યો છે કે કેમ તે પછી તેમની સામે અલગથી કાર્યવાહી કરવામાં આવશે.

એક વર્ષ પુરું થયા પછી 2016માં પર્યાવરણ મંત્રાલય દ્વારા એવા સમાચાર બહાર આવ્યા હતા કે, મંત્રાલય દ્વારા દંડની રકમ માફ કરી દેવી અને પર્યાવણને જે નુકસાન કંપનીએ કર્યું છે પર્યાવરણ નુકસાની ભરપાઈ કરવા માટે કંપનીએ 200 કરોડથી વધારાની રકમ આપી શકે છે.

આ મામલે સ્ક્રોલ ડોટ ઇન  દ્વારા સમીક્ષા કરવામાં આવી અને દસ્તાવેજો બતાવતાં હતા કે, સાડા પાંચ વર્ષ પછી પર્યાવરણ મંત્રાલયના અધિકારીઓને આંતરિક રીતે બતાવવામાં આવ્યું છે કે, યોજનાએ કોઈ નિયમનો ભંગ કર્યો નથી. પર્યાવણને કોઈ નુકસાન પહોંચ્યાડ્યું નથી. અધિકારીઓએ પણ કહ્યું કે, અભ્યાસના પરિણામો કે મુલ્યાંકન કર્યા વગર જ મંત્રાલયે તે અંગે દંડ કરી દીધો છે.

અદાણી ગૃપે તેનો અભ્યાસ કરવા માટે અત્યાર સુધીમાં રૂ.3.16 કરોડ ખર્ચ કરી દીધો છે. જો કે, કંપનીએ તેનો આ અહેવાલ હજુ સુધી પર્યાવરણ મંત્રાલયને આપ્યો નથી. તેના બદલે હવે પર્યાવપણ મંત્રાલય કંપનીના પ્રસ્તાવ પર કામ પણ શરુ કરી દીધું છે.

અદાણી પોર્ટ અને અદાણી સેઝ ગૃપ કંપની છે અને 2013થી તેઓ સતત કહી રહી છે કે તેમણે પર્યાવરણના કોઈ નિયમોનો ભંગ કર્યો નથી. કોઈ કાયદાનું ઉલ્લંઘન પણ કર્યું નથી. સ્ક્રોલ ડોટ ઇન દ્વારા તપાસ કરવામાં આવી તો એવું બહાર આવ્યું કે, 9 જાન્યુઆરીએ પર્યાવરણ મંત્રાલય અને અદાણી ગૃપને 8 અને 9 ફેબ્રુઆરીએ ઘણાં પ્રશ્નો મોકલી આપવામાં આવ્યા હતા. પણ અદાણીએ તે અંગે કોઈ જવાબ આપ્યો નથી.

અદાણી મુંદ્રા પાસે 700 હેક્ટર જમીન છે અને તેમાં વોટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ડ્રાય કાર્ગો, પ્રવાહી લઈ જતા કાર્ગો, કન્ટેનર ટર્મિનલ, રેલવે અને બીજા કામ માટે ચાર બંદર આ સ્થળે આવેલાં છે. આ એક મોટું ઔદ્યોગીક સામ્રાજ્ય છે અને તે ટાઉનશીપનો એક ભાગ છે. જ્યાં કંપની આ પ્રોજેક્ટ સ્થાપિત કરી રહી છે.

2012માં ગુજરાત વડી અદાલત સામે જ્યારે આ સમગ્ર બાબત આવી ત્યારે અદાલતે પાર્યાવરણ અંગેના નિયમોનું ઉલંઘન કર્યું છે કે કેમ તે અંગે તપાસ કરીને કહેવામાં આવે તેવો આદેશ કર્યો હતો. ત્યારે કેન્દ્ર સરકારે એવું કહ્યું હતું કે, મુંદ્રામાં પર્યાવણનો ભંગ થયો છે. કેન્દ્ર સરકારે જે તપાસ સમિતિ બનાવી હતી તેનું આ તરણ નિકળતું હતું. પર્યાવરણવિદ સુનિતા નારાયણની અધ્યક્ષતા ધરાવતી આ તપાસ સમિતિએ એવું કહ્યું હતું કે, અહીં પર્યાવરણને મોટું નુકસાન કર્યું છે. નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

પર્યાવરણ સમિતિએ એવી ભલામણ કરી હતી કે ચાર બંદરમાંથી એક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવે. એવું પણ કર્યું હતું કે, પર્યાવણને નુકસાન કરવા બદલ રૂ.200 કરોડ અથવા પરિયોજનાના 1 ટકા જે વધારે હોય તે આપવા. જેમાંથી પર્યાવરણને થયેલું નુકસાન ભરપાઈ કરવા માટે ફરીથી કામ કરવું. ઈકોસીસ્ટમને ફરીથી સારી બનાવવા માટે કામ કરવું. સમિતિએ એ પણ કહ્યું હતું કે તે કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ ઉપરાંતનું આપવાનું રહેશે. આ ભલામણને કેન્દ્ર સરકારે સ્વિકાર કરી લીધી હતી. તુરંત અદાણીને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમારી સામે શા માટે રૂ.200 કરોડનો દંડ ન કરવો.

રૂ.200 કરોડની પેનલ્ટીને બદલે એવી ભલામણ કરી હતી કે, હાલની સ્થિતી પ્રમાણે માળખાકીય સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે તેથી સ્વેચ્છાથી જે રકમ નક્કી થાય તે જ રકમ નક્કી થવી જોઈએ.

અદાણીના જવાબ પછી પર્યાવરણ મંત્રાલયે વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને ચર્ચાને અંતે જાન્યુઆરી 2014માં નક્કી કર્યું હતું કે, આ પ્રોજેક્ટ માટે દંડ અને બીજા પ્રતિબંધ અત્યંત જરૂરી હતા. પરંતુ એપ્રિલ 2014માં, કેન્દ્ર સરકારે ન્યાયીક પ્રક્રિયા કર્યા વગર આવો દંડ લઈ શકાય કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં હતા.

ભાજપની સરકારે સપ્ટેમ્બર 2015 સુધીમાં કહ્યું હતું કે, કંપનીને રૂ.200 કરોડની પર્યાવરણ સ્થાપવા માટે આવું ફંડ લેવાનો કોઈ કાયદાકીય અધિકાર ન હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પર્યાવરણને નુકસાન થયું છે કે કેમ તે અંગે વધારે તપાસ કરવામાં આવે. જો પર્યાવરણને ખરેખર નુકસાન થયું હોય તો તેના ભરપાઈ માટે ખર્ચનું મૂલ્યાંકન કરવું. આ પ્રોજેક્ટ પર દંડ કરવામાં આવ્યો છે તે કોઈ રીતે વાજબી નથી. પણ દંડ ન કરવા માટે પાછીપાની કરવાનું લોકોને જણાવ્યું ન હતું.

સપ્ટેમ્બર 2015ના આદેશથી કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે અદાણી પર રૂ. 200 કરોડનો દંડ લેવા માટે કોઈ નિર્ણય લીધો હતો. તેમ છતાં કાયદાના ઉલ્લંઘન માટે પોજેક્ટની જવાબદારી ઊભી જ હતી.

જૂન 2016માં બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા રૂ. 200 કરોડના દંડ પર એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે, રૂ.200 કરોડનો દંડ લેવો તે પર્યાવરણ મંત્રાલયની કાયદાકીય બાબતની બહાર છે. એવું પર્યાવરણ મંત્રાલયે નક્કી કર્યું છે. આ અહેવાલ જાહેર થયા બાદ તુરંત પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યું હતું કે, 200 કરોડની માંગણી પરત ખેંચી નથી. પરંતુ જે દંડ કર્યો છે તે વધારે જવાબદારી સાથે કર્યો છે.

ત્યાર પછી શું થયું ?

પરંતુ દસ્તાવેજ બતાવે છે કે, અદાણી ગૃપને વધારે તપાસ કરવા માટે અભ્સાસ માટેનું ભંડોળ સરકાર આપવા માંગે છે. મંત્રાલયે ઓક્ટોબર 2016માં પરિયોજનાના વિસ્તાર માટે કંપનીના પ્રસ્તાવની પૂછપરછ બાદ જહાજ ભાંગવાનો વાડો બનાવવા માટે રૂ.146.8 કરોડનું રોકણ કરવા માટે મંજૂરી પણ માંગી હતી.

2015ના તારણોથી વિપરીત પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું કે, અદાણી કંપનીએ પર્યાવણને ક્ષતિ પહોંચાડી નથી. કોઈ કાયદા કે નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. તેમણે પર્વાયરણની તમામ બાબતોનું પાલન કર્યું છે. કંપની જે કહી રહી હતી તે પ્રમાણે જ મંત્રાલયે નિર્ણય કર્યો છે. પરંતુ તે કોઈ સ્વતંત્ર તપાસનું તારણ ન હતું.

જાન્યુઆરી 2017માં મંત્રાલયની પ્રદેશ ઓફિસ (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ) નો અહેવાલ કહે છે કે, અદાણીએ આ યોજના માટે પર્યાવરણના તમામ નિયમોનું પાલન કર્યું છે. અદાણીએ પર્યાવરણને કોઈ નુકસાન કર્યું નથી.

2013માં પર્યાવરણ મંત્રાલયે એવું કહ્યું હતું કે, મુંદ્રામાં ચેરના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે તે જ સૌથી મોટો પુરાવો છે. મંત્રાલયે એવું પણ કર્યું હતું કે, કંપનીએ પર્યાવણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 2015માં મંત્રાલયે કહ્યું હતું કે, જે ઉલ્લંઘન થયું તે અલગ અલગ કોર્ટોમાં રજૂ કરવામાં આવે. પરંતુ 2017માં એવું કહેવામાં આવ્યું હતું કે, જ્યારે પોર્ટ યોજના બની રહી હતી ત્યારે બાંધકામ સમયે પર્યાવરણનો આવો કોઈ ભંગ થયો નથી કે ચેરના વૃક્ષોનું નિકંદન નિકળ્યું નથી.

ઓગસ્ટ 2017 સુધીમાં આ બાબતે મંત્રાલયની જે ફાઈલો હતી તેમાંથી ઉલ્લંઘન કરનારી જે બાબતો હતી તે તમામ હટાવી દેવામાં આવી હતી. ઉપરાંત અધિકારીઓએ એવી પણ નોંધ મૂકી કે, 2009થી આજ સુધી અદાણી દ્વારા તમામ પર્યાવરણના કાયદાઓ અને શરતોનું પાલન કરેલું છે.

અદાણી જૂથને ક્લીનચીટ આપવાના નિર્ણયનો સારાંશ

મે મહિનામાં કંપની જહાજ ભાંગલાનો વાડો બનાવવા માટે કામ કરી રહી હતી. રેકોર્ડ બતાવે છે કે, જૂનમાં મંત્રાલયના નિષ્ણાંતોએ વાડાને મંજૂરી આપી દીધી હતી. તેમણે અત્યંત જરૂરી એની કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર જ આવું કેમ કર્યું હતું. ત્યાં સુધીમાં શું કંપનીએ તમામ નિયમોનું પાલન કરી બતાવ્યું હતું ? કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જ આમ કરવામાં આવ્યું હતું. જહાજ ભાંગવાનો વાડો બનાવવા માટે ફરીથી મૂલાકાત લેવા માટે મંત્રાલયે જણાવ્યું છે. આ વખતે અધિકારીઓ ક્લીનચીટનું શસ્ત્ર અપનાવશે. સિવાય કે નિષ્ણાંતો આ અંગે કોઈ ચર્ચા કરે.

ન્યૂઝ scroll.in માંથી સાભાર લેવામાં આવ્યો છે.