મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિદર્ભમાં ગોંડિયા જિલ્લામાં વર્ષ 2014માં અદાણી ગ્રુપને 148.59 હેક્ટર ફોરેસ્ટ લેન્ડ પર કોલ બેસ્ડ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની પરવાનગી બાદ હવે મહારાષ્ટ્રના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટએ આ જ વિસ્તારમાં આ ગ્રુપને 141.99 હેક્ટર જમીન એક રિસર્ચ સેન્ટર માટે પરમીશન આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ અદાણી ગ્રુપે આ વિસ્તારમાં પોતાના પાવર પ્લાટની નજીક 141.99 હેક્ટર વધુ જમીનની માગ કરી હતી. વિપક્ષ અને પર્યાવરણ પ્રેમીઓના તમામ પ્રકારના વિરોધ છતાં આ ગ્રુપને આ જમિન માટે મંજુરી મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં અદાણી ગ્રુપે આ વિસ્તારમાં છ યૂનિટ (660 મેગાવોટ પ્રત્યેક) લગાવી. હવે આ ગ્રુપ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવા માટે આ ક્ષેત્રમાં 142 હેક્ટરથી વધુ જમીન માગે છે અને તે માટે હવે મુંજુરી મળી ગઈ છે. બીજી તરફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અપાયેલા સ્વીકૃતિ પત્રમાં ગોંડિયા કલેક્ટરની તે ટીપ્પણીનો પણ ઉલ્લેખ કરાયો છે જેમાં તેમણે કહ્યું હતું કે તમામ વિકલ્પોની તપાસ કરવામાં આવી છે. પ્રિન્સીપલ ચીફ કંજર્વેટર તરફથી સ્વીકૃત આ પત્રમાં એવું પણ કહેવાયું છે કે અદાણી ગ્રુપ દ્વારા આ જમીનના અધિગ્રહણ વિસ્તારમાં ઔદ્યોગીક વિકાસ થશે અને અંદાજીત 250-300 સ્થાનીક લોકોને રોજગાર મળશે.

કહેવાય છે કે આ જમીન પર અદાણી ગ્રુપ તરફથી તૈયાર થનાર રિસર્ચ સેન્ટર પર અંદાજીત 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એટલું જ નહીં તે માટે આ જંગલ વિસ્તારમાં અંદાજીત 1400 ઝાડ પણ કાપવામાં આવશે તેના ક્ષતિપૂર્ણ તરીકે રત્નાગિરિ જિલ્લામાં કોયના વન્ય જીવ અભ્યારણ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

અદાણી ગ્રુપના પ્રવક્તા મુજબ 141.99 હેક્ટરની આ જમીનને ફ્લાઈ એશના ઉપયોગ, પ્રમોશન અને રિસર્ચ પાર્કના રૂપે વિકસિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ફ્લાઈ એશ ઉપયોગિતા નીતિને અપનાવનાર દેશનું પહેલું રાજ્ય છે.

થર્મલ પાવર પ્લાન્ટથી નીકળનાર ફ્લાઈ એશ પર્યાવરણની દ્રષ્ટીએ ઘણો હાનીકારક છે. તેવામાં આ નીતિ સાથે ફ્લાઈ એશનો ઉપયોગ અન્ય જગ્યા જેમકે સીમેન્ટ, ઈંટ, ટાઈલ્સ સહિત અન્ય નિર્માણ સામગ્રીઓને બનાવવામાં કરવામાં આવશે.