મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: બોલીવુડની અભિનેત્રી જીનત અમાને ગત સાંજે મુંબઇના જૂહુ પોલીસ સ્ટેશનમાં બિઝનેસમેન અમન ખન્ના પર બળાત્કારનો આક્ષેપ કરી કેસ દાખલ કરાવ્યો છે. જૂહુ પોલીસ સ્ટેશને આ મામલે મુંબઇ ક્રાઇમ બ્રાંચને સોંપ્યો છે.

જુહૂ પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી અનુસાર જીનત અમાને આ પહેલા પણ અમન ખન્ના પર ધમકી આપવાનો આક્ષેપ કર્યો હતો. અમન ખન્નાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. જીનત અમાને બે મહિના પહેલા પણ ગત 30 જાન્યુઆરીએ અમન ખન્નાની તે સમયે પણ મુંબઇ પોલીસે ધરપકડ કરી હતી. 38 વર્ષના આ બિઝનેસમેનનું નામ સરફરાજ ઉર્ફે અમન ખન્ના છે. આરોપીએ જીનત અમાનને અશ્લીલ મેસેજ મોકલ્યા હોવાનું અને જીનતના ઘરમાં ઘુસી ગાર્ડ સાથે મારઝૂડ કરી હતી. જીનત અમાને સરફરાજ ઉર્ફે અમન ખન્નાએ 15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનુ પણ જણાવ્યુ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમન ખન્નાના ઘણા બધા વ્યવસાય છે. તે ફિલ્મમેકિંગ અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સક્રિય છે. એવી પણ ચર્ચા છે કે સરફરાજ ઉર્ફે અમન ખન્ના માનસિક રીતે પરેશાન છે. તેના વિરૂદ્ધ મુંબઇના બાંગુર નગરમાં પણ ઘણા કેસ દાખલ થયેલા છે.