મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ અહુજા આજે મંગળવારે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્ન શીખ રીત-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્નમાં સામેલ થવા માટે બોલીવુડ ઘણા બધા ફિલ્મ સ્ટાર્સ આવ્યા હતા. બંનેના લગ્ન દરમિયાન ફિલ્મોના જેમ હિરો-હિરોઇન સાથે બને છે તેવું એક દ્રશ્ય પણ જોવા મળ્યુ હતું જેમાં સોનમ કપૂર જ્યારે આનંદ અહુજાને વરમાળા પહેરાવતી હતી ત્યારે સોનમના હાથમાં બંધયેલ કલીરા આનંદના બ્લેઝરમાં ફસાઇ ગયા હતા અને તેને કાઢવામાં અન્ય વ્યક્તિએ મદદ કરવી પડી હતી. આમ બંનેની જોડી જામશે તેવો એક સંકેત ફિલ્મી સ્ટાઇલમાં મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબી રિવાજ અનુસાર નવવધૂના હાથમાં કલીરા બાંધવામાં આવે છે.

સોનમ કપૂર અને આનંદ અહુજાના લગ્ન તેના કાકી કવિતા સિંહના બાન્દ્રા સ્થિત હેરિટેજ બંગલા રૉકડેલ પર થયા હતા. સોનમ કપૂરે પોતાના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં અર્જુન કપૂર અને હર્ષ વર્ધન સોનમને લઇને આવતા નજરે પડે છે. લગ્ન બાદ હવે બંનેનું રેશિપેશન યોજાશે જેમાં બોલીવુડ, રાજકારણ અને ઉદ્યોગજગતની મોટી હસ્તીઓ સામેલ થશે. 

સોનમ અને આનંદના લગ્નમાં પિતા અનિલ કપૂર પણ ડાન્સ કરતા નજરે પડ્યા હતા. તેમના લગ્નમાં કરીના કપૂર, કરીશ્મા કપૂર, સૈફ અલી ખાન, સ્વરા ભાસ્કર, કરણ જોહર, અભિષેક બચ્ચન, શ્વેતા નંદા, જેકલિન ફર્નાન્ડિસ, અર્જુન કપૂર, જાન્વી કપૂર, ખુશી કપૂર, સંજય કપૂર, આમીર ખાન, શિલ્પા શેટ્ટી, જાવેદ અખ્તર, કેટરિના કેફ, વરુણ ધવન ઓમ પ્રકાશ મેહરા, રેખા, રાની મુખર્જી સહિતની હસ્તીઓ હાજર રહી હતી.  સોનમ અને આનંદના લગ્નમાં ફિલ્મ જેવી બનેલી રિયલ ઘટનાનો વીડિયો અહીં પ્રસ્તુત છે.