મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની સગાઈની આખરે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સગાઈના સમાચાર આપ્યા હતા.

પ્રિયંકા અને નિકની પ્રથમ રોકા સેરેમનીની સુંદર તસવીર સામે આવી છે. આ તસવીરમાં કપલ કેમેરા સામે સુંદર પોઝ આપતુ જોવા મળી રહ્યું છે. જેમાં નિક પ્રિયંકાને કિસ કરતો દેખાઇ રહ્યો છે. પોતાની રોકા સેરેમનીમાં પ્રિયંકા પીળા રંગનાં સૂટ પ્લાજો ડ્રેસમાં અત્યંત સુંદર લાગી રહી છે. નિક પણ ઑફ વ્હાઇટ કુર્તા-પાયજામામાં ઇન્ડિયન વિયર લૂકમાં સુંદર લાગી રહ્યો છે.

આ સગાઈ પ્રિયંકા ચોપરા સાથે નિક જોનાસ એ પણ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-વિધિ કરી હતી. આ સગાઇ વિધિમાં પ્રિયંકા અને નિક જોનાસ પણ ટ્રેડીશનલ ડ્રેસમાં રોમાન્ટિક મૂડમાં ખુશમિજાજ નજરે પડતા હતા. આ માટે પ્રિયંકા ધ્વારા મુંબઈમાં પોતાના ઘરમાં ગ્રાન્ડ પાર્ટી યોજવામાં આવી છે. આ પાર્ટીના ફંકશનમાં જોડાવવા માટે નિક પોતાના માતા-પિતા સાથે મુંબઈ આવી ગયા હતા. આ પાર્ટી માટે પ્રિયંકાનું ઘર ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

પ્રિયંકાના ઘરે યોજાયેલી રોકા સેરેમનીમાં નિક જોનાસનાં માતાપિતા ટ્રેડીશનલ ડ્રેસમાં ખુશ નજરે પડતા હતા. પ્રિયંકાના ઘરે તેની બહેન પરીણીતી ચોપરા પણ પહોચી ગઈ હતી. જયારે સલમાનની ભારત ફિલ્મ છોડીને વિવાદ સર્જનાર પ્રિયંકાની સગાઈમાં સામેલ થવા માટે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પણ પ્રિયંકાના ઘરે પહોચી છે. પ્રિયંકા - નિક જોનાસની સગાઈની પાર્ટી માટે ફિલ્મી સ્ટાર સહીત ઘણાં મહેમાનો વહેલા આવવા માંડ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે આ સગાઈની પાર્ટી માટે એક ફાઈવ સ્ટાર હોટલમાં ૨૦૦ રૂમ બુક કરાવ્યા છે.