મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતને લઈને રોજ નવા નવા ખુલાસા સામે આવે છે. ક્યારેક વિવાદ અભિનેત્રી પ્રિયંકાને લઈને હતો તો ક્યારેક ખુદ સલમાન જ વાયલ થવાના કારણે કારણ બની જાય છે. તે દરમિયાનમાં એક માહિતી સામે આવી રહી છે. આ માહિતી અનુસાર ફિલ્મમાં દિશા પટણીની જગ્યાએ એક્ટ્રેસ તબ્બુ સલમાનની બહેન બનવા જઈ રહી છે.

ગત ઘણા સમયથી સલમાન ખાનની આગામી ફિલ્મ ભારત ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મના શૂટિંગનું પ્રથમ શિડ્યૂલ પુરુ થયું છે. ફિલ્મના બીજા શિડ્યૂલ માલ્ટામાં શરૂ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં સલમાનના સામે કેટરીના કૈફ નજરે પડવાની છે. સાથે જ ફિલ્મમાં દિશા પટણી, તબ્બૂ, જેકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે.

થોડા દિવસો પહેલા જ દિશાએ ફિલ્મથી પોતાના લુકને શોશ્યલ મીડિયા પર રીવીલ કર્યો હતો. હાલમાં જ એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે દિશા આ ફિલ્મમાં સલમાનની બહેનનું કિરદાર નિભાવી રહી છે. જોકે તે પછી મળેલી મીડિયા રિપોર્ટમાં દર્શાવાયું કે, સલમાનના બહેનના રોલમાં દિશા નહીં પણ તબ્બૂ છે. ફિલ્મમાં તબ્બૂનો રોલ નાનો પણ દમદાર છે. બીજી તરફ એવી માહિતી પણ મળી રહી છે કે દિશા પટણી આ ફિલ્મમાં સલમાનની લવે ઈન્ટ્રેસ્ટના રોલમાં દેખાશે.

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માય ફાધરની રિમેક છે. ફિલ્મમાં એક એવા વ્યક્તિની કહાની છે કે, જે પોતાના પરિવારથી દૂર થઈ જાય છે પછી તે પોતાના પરિવારને એક સાથે મિલાવવાના પ્રયત્નો કરે છે. આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરે છે.