દેવલ જાદવ / જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં આશ્રમરોડ ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તે ઉદઘાટન કર્યા બાદ બીજા દિવસે જ આમ આદમીના સવાલોને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. છેલ્લા કેટલાક સમયથી BU પરમિશન ન હોવાના કારણે કેટલીક દુકાનો અને ઓફિસો સિલ કરવામાં આવી રહી છે. જેના કારણે માલિકો જ નહીં પણ દુકાનો અને ઓફીસોમાં કામ કરતા કર્મચારીઓ પણ બેરોજગાર બન્યા છે.

આમ આદમી પાર્ટી, ગુજરાતના પ્રદેશ લીગલ સેલ પ્રમુખ ધારાશાસ્ત્રી પ્રણવ ઠક્કર અને મિડીયા ઈન્ચાર્જ તુલિ બેનરજી, પ્રદેશ ઉપપ્રમુખ બિપીન પ્રજાપતિ તેમ જ સેક્રેટરી અમિત પંચાલે પત્રકારોને સંબોધન કર્યું હતું. પત્રકાર સંબોધનમાં ધારાશાસ્ત્રી પ્રણવ ઠક્કરે જણાવ્યું કે, " અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરમિશન ન હોવાના કારણે દુકાનો અને ઓફિસો સિલ કરવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી. કાયદા મુજબ BU પરમિશન વગર પાણી અને ગટરના કનેક્શન આપી ન શકાય. BU પરમિશન વગર આ કનેક્શન આપવા વાળા અધિકારીઓ સામે પગલાં લેવાના બદલે કોરોરેશન દુકાનો અને ઓફિસો સિલ કરી રહ્યા છે. જેના કારણે લોકોનો રોજગાર છીનવાઈ રહ્યો છે."

વેપારીઓ દ્વારા પણ એવી રજૂઆત કરવામાં આવેલી કે ભાજપ અને કોંગ્રેસ એક જ છે બંને સાથે મળીને મલાઇ ખાઇ છે અને વેપારીઓને હવે આમ આદમી પાર્ટી ઉપર જ વિશ્વાસ છે આવું કહીને ઇસનપુર રાણીપ નારોલ અને પાલડીના ૧૦૦થી વધારે વેપારીઓએ તાત્કાલિક ધોરણે આમ આદમી પાર્ટીના સરણે આવ્યા હતા.

જો વેપારીઓને તાત્કાલિક ધોરણે રાહત આપવામાં નહી આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન સ્વરૂપે ગાંધીજી ચિંધ્યા માર્ગે વેપારીઓને સમર્થનમાં ઉતરી આવશે એવું આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રમુખ ધારાશાસ્ત્રી પ્રણવ ઠક્કરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.