મેરાન્યૂઝ નેટવર્ક, પુંછ: આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય ફોરમ સંયુક્ત રાષ્ટ્રમાં બેનકાબ થયેલા પાકિસ્તાને ફરી એક વખત ભારતની સરહદમાં ઘુસણખોરી કરી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાનનું એક હેલિકોપ્ટર ભારતીય સરહદની અંદર દાખલ થતુ જોવા મળ્યું.

રિપોર્ટસ અનુસાર હેલિકોપ્ટર પર ભારતીય જવાનો દ્વારા જવાબી કાર્યવાહીમાં કેટલાક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર આજે રવિવારે બપોરે 12: 30 વાગ્યે પુંછના ગુલપુર સેક્ટરમાં જોવા મળ્યું હતું.  આ હેલિકોપ્ટર જેટલી ઉંચાઇ પર હતુ તેના પરથી શંકા છે કે તેના દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવી રહી હતી.