મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ : જુનાગઢના માળિયા હાટીનામાં થયેલ કાર અકસ્માતમાં માળીયાના જંગર ગામના રહેવાસી વિરભણ જ્ઠા ડોડીયા ઉ.વ. ૪૫ અને તેમના પત્ની નીતાબેન વિરભણ ડોડીયા ઉ.વ. ૪૨ જેઓ આ કાર અકસ્માતમાં મરણ પામ્યા હતા. મૃતક દંપતી તેમની કારમાં જતા હતા ત્યાં સાંજે ૬ વાગે મેઘલ નદીના કોઝવે પરથી તેમની કાર રેલીંગ તોડીને નીચે ખાબકી હતી. ગંભીર ઈજાઓનાં કારને તેઓના ઘટના સ્થળેજ મોત નીપજ્યા હતા. આ ઘટના થયા બાદ પોલીસે જઈને ત્યાની સ્થળ તપાસ કરી હતી.