મેરાન્યૂઝ નેટવર્ક. મોરબીઃ મોરબી નગરપાલિકાના કોંગ્રેસમાંથી ચૂંટાઈને પક્ષ સાથે બળવો કરી ભાજપ સાથે ગઠબંધન કરનારા ૭ નગરસેવકોને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે કોંગ્રેસમાંથી 12 સદસ્યોએ બળવો કર્યો હતો જેમાંથી ૫ પરત કોંગ્રેસ સાથે જોડાઈ જતા તેમનું પદ યથાવત રહ્યું છે.

મોરબી નગરપાલિકાની ગત ચુંટણીમાં ૫૨ માંથી ૩૨ બેઠકો જીતીને કોંગ્રેસે સતા મેળવી હતી પરંતુ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામેના અસંતોષના કારણે 12 કોંગ્રેસી નગરસેવકોએ કોંગ્રેસીથી છેડો ફાડીને ભાજપના ટેકાથી વિકાસ સમિતિના નેજા હેઠળ સતા સંભાળી હતી. આ અંગે કોંગ્રેસ દ્વારા સચિવને પક્ષાંતર ધારા માટેની ફરિયાદ કરી હતી. જે મુજબ નામો અધિકારી દ્વારા અમિત ગામી, અનસુયાબેન ભટાસણા, ચંપાબેન ચોહાણ, નયનાબેન રાજ્યગુરુ, અમિતભાઈ હડીયલ અને વર્ષાબેન પૂજારાને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જ્યારે અન્ય પાંચ સભ્યો ફરીથી કોગ્રેશ સાથે જોડતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા તેમણે માફી અપાઈ હતી. જો કે હજુ પણ કોંગ્રેસ માટેની સ્થિતિ સારી કહી શકાય તેમ નથી. કારણ કે પક્ષાંતર ધારા અંગે આ 12 સભ્યો સામે ફરીયાદ કરનાર તાત્કાલિક ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી સહિતના ૫ સદસ્યો હજુ પણ ભાજપના સમર્થનમાં છે. જેના કારણે ભાજપ પાસે ૨૫ અને કોંગ્રેસ પાસે ૨૦ સદસ્યો છે. જો કે કોંગ્રેસ આ પાંચ સભ્યોને મનાવી લેવાની આશા વ્યકત કરી રહ્યું છે.