મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં રોકડની અછત વચ્ચે આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું છે કે રૂ. 2000ની નવી નોટો છાપવામાં કામ બંધ કરવામાં આવ્યું છે તથા 500, 200 અને 100 નાં દરની દરરોજ 3 હજાર કરોડની સુધની કિંમતની નોટો છાપવામાં આવી રહી છે. દેશમાં રોકડની સ્થિતિ ઘણી સારી છે અને અધિક માગને પણ પૂર્ણ કરવામાં આવી રહી છે.

ગર્ગે કહ્યું કે અર્થતંત્રનું મૂળભૂત માળખુ હાલ દેશમાં વ્યાજદરોમાં વધારો કરવાનું નથી સુચવો રહ્યુ કારણ કે ફુગાવામાં અસંગત વધારો કે આઉપુટમાં અસાધારણ ગ્રોથ નથી. હાલ દેશમાં 85 ટકા એમટીએમ કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે હાલ રૂ. 2000ના 7 લાખ કરોડ રૂપિયાની કિંમતની નોટો ચલણમાં છે જે જરૂરિયાત કરતા વધુ છે તેથી બે હજારની કિંમતની નવી નોટો છાપવાનું બંધ કરવામાં આવ્યું છે. 500, 200 અને 100 રૂપિયાની નોટ લોકોમાં લેવડદેવડનું માધ્યમ છે. પરંતુ 2000ની નોટ લોકોની લેવડદેવડમાં બહુ સુવિધાજનક નથી.

ગર્ગના દાવાઓ સામે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યુ છે કે દેશમાં છૂટ્ટા એટલે કે 100 રૂપિયાની નોટોની અછત જોવા મળી રહી છે. આ સ્થિતિની પાછળ નોટબંધી અને 2000 હજાર રૂપિયાની નવી નોટ હોવાનું જાણવા મળ્યું રહ્યું છે. નોટબંધી સમયે 100 રૂપિયાની નોટ સૌથી વધુ લોકોના વપરાશમાં રહી જેથી આ નોટો પર ઘસારો વધ્યો અને તેના કારણે હવે 100 રૂપિયાની નોટો એટીએમમાં લોડ થઇ શકતી નથી. જેથી એટીએમમાં દ્વારા 100 રૂપિયાની નોટો લોકો સુધી પહોંચવી મુશ્કેલ બની રહી છે.