મેરાન્યૂઝ નેટવર્ક,વોશિંગટન: ભારતીયોને અમેરીકાની વિઝા પોલીસી અને ગ્રીનકાર્ડ પોલિસીઓને લીધે કાયમ ઉચાટમાં રહેવું પડે છે. જ્યારે જ્યારે અમેરિકન પ્રમુખ નવા આવે એટલે તે તેમની વિદેશ નીતિ નક્કી કરે અને તે મુજબ અમેરિકામાં વેપાર અને આર્થિક ઉન્નતી માટે ત્યાં જતા ભારતીયો અને અન્ય દેશના નાગરિકોને તેમના વિસા અને ગ્રીન કાર્ડ આપતા હોય છે. ગત અઠવાડિયામાં જ્યાં ટ્રમ્પ દ્વારા એચ-૧-બી વિઝાનાં નિયમો કડક કરવાના સમાચાર આવ્યા અને અમેરિકા જવા ઇચ્છતા ભારતીયોની ચિંતાઓ વધી ગઈ હતી ત્યાં જ અમેરિકન સંસદમાં તાજેતરમાં જ એક નવું બીલ પારિત કરવામાં આવ્યું રજૂ કરવામાં આવ્યું. આ બીલના કારણે વ્યવસાયિક દ્રષ્ટિએ અમેરિકા જનારા ભારતીયો માટે ખુશખબરી કહી શકાય.

અમેરિકન સંસદમાં આ બીલમાં જે વાત પર ભાર આપવામાં આવ્યો છે, તે મુજબ મેરીટ આધારિત આપવામાં આવતા ગ્રીન કાર્ડ પર સરકારે ૪૫ ટકાનો વધારો કરવાની માંગણી કરવામાં આવી છે. જો આ માંગણી મુજબ બીલને મંજૂરી મળી જાય તો આશરે ૫ લાખ જેટલા ભારતીયોને તેનો ફાયદો પણ થશે.

ટ્રમ્પ શાસનમાં રજૂ થઇ રહેલા આ બીલને ‘સીક્યોરીંગ અમેરિકાઝ ફ્યુચર એક્ટ’ એવું નામ આપવામાં આવ્યું છે. અમેરિકન કોંગ્રેસ તરફથી મંજૂરી મળ્યા બાદ અને પ્રમુખ ટ્રમ્પની સહી થયા બાદ આ બીલ કાયદો બની જશે. આ બીલના કારણે ડાયવર્સીટી વિઝા પ્રોગ્રામ સમાપ્ત થઇ જશે અને એક વર્ષમાં ઈમિગ્રેશનનો આક્દોય હાલના ૧૦.૫ લાખ થી ઘટીને ૨.૬૦ લાખ થઇ જશે.