મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ લોકસભા ચૂંટણી નજીક છે, ત્યારે ઇન્દોરમાંથી ચાર શખ્સો ૩૨ એમ એમ રિવોલ્વર તેમજ ૧૮૪ જીવતા કારતુસ અને છ રાઉન્ડની રિવોલ્વર સહિતના ઘાતક હથિયારો સાથે ઝડપાયા છે અને ચારેય શખ્સો ગુજરાતના મોરબીના રહેવાસી હોય ત્યારે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ટીમે ઝડપાયેલા આરોપીઓની સધન પુછપરછ ચલાવી છે.

મોરબીના ચાર શખ્સોને સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની ટીમે ઇન્દોરમાંથી ગેરકાયદેસર હથિયારો સાથે દબોચી લીધા છે. મોરબીના વીરેન્દ્રસિંહ નટુભા જાડેજા, વીરેન્દ્રસિંહ ચંદુભાઈ કાનગડ, હાર્દિક પ્રવીણભાઈ પ્રજાપતિ અને ગીરીરાજસિંહ કનુભા જાડેજાને ઝડપી લઈને તેની પાસેથી પોઇન્ટ ૩૨ એમ.એમ રિવોલ્વરના ૧૮૪ જીવતા કારતૂસ અને છ રાઉન્ડની એક રિવોલ્વર પકડાયેલ છે.

એસટીએફની ટીમે બાતમીને આધારે જીજે ૩૬ ૭૭૭૯ નંબરની સફેદ કલરની કારને આંતરી લઈને તલાશી લેતા હથિયારો મળી આવ્યા હતા જે તમામ હથિયારો ગેરકાયદેસર હોય જેથી ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે  મોરબીના રહેવાસી વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, વિરેન્દ્રસિંહ ચંદુભાઈ કાનડગ, ગીરીરાજસિંહ કનુભા જાડેજા, હાર્દિક પ્રવીણભાઈ પ્રજાપતિ સહિતના ચાર યુવાનો કારતુસની હેરાફેરી કરતા હોવાનું તેને પોલીસ સમક્ષ કબુલાત આપી છે. તેમજ વિરેન્દ્રસિંહ જાડેજા અગાઉ પણ મર્ડર, હથિયારો જેવા ગુનામાં પોલીસના ચોપડે ચડી ચુક્યો છે. 

એસટીએફ ટીમે બાતમીને આધારે ચારેય શખ્સોને ઝડપી લઈને હથિયારો જપ્ત કર્યા છે અને ઝડપાયેલા આરોપીની એસટીએફ ટીમે સઘન પુછપરછ ચલાવી છે. ગુજરાતના મોરબી શહેરના વતની એવા ચારેય આરોપી હથિયારો ક્યાંથી મેળવતા હતા અને કોને સપ્લાય કરવા જતા હોય તે દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે.