મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સાબરકાંઠા જીલ્લામાં ૫ વર્ષ અગાઉ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારી અને આશ્રમશાળાના સંચાલકોએ મીલીભગતથી કરોડો રૂપિયાની ખાયકી કરી બોગસ દસ્તાવેજોના આધારે ૩૬ જેટલા બોગસ શિક્ષકોની સુનિયોજિત ભરતી કરી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડ એક શિક્ષકની સતર્કતાથી બહાર આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી હતી અને બોગસ ભરતી થયેલા ૩૬ શિક્ષકો વિરુદ્ધ વર્ષ-૨૦૧૫માં જીલ્લાના ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને શિક્ષકોએ બે માસ અગાઉ આગોતરા જામીન લેવા માટે ઇડરની કોર્ટમાં જામીન લેવા માટે અરજી કરતા બે ન્યાયાધીશે જામીન અરજી ના મંજુર કરતા ચકચારી કૌભાંડની તપાસ કરતી સીઆઈડી ક્રાઈમની ટીમની ધરપકડથી બચવા તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

ખેડબ્રહ્મા,પોશીના અને  ઇડર તાલુકમાં બોગસ ભરતી કૌભાંડ નો પર્દાફાશ નાની સેબલીયાની સૌરભ વિદ્યાલયમાં નોકરી કરતા ચિરાગ પટેલે ગાંધીનગર નિયામકને તેમની શાળામાં બોગસ ભરતી થઈ હોવાની ફરિયાદ કરતા અને આ કૌભાંડમાં સાબરકાંઠાની શિક્ષણાધિકારી કચેરીના તાત્કાલિક ડીઈઓની સંડોવણીનો ઉલ્લેખ કરતા ગાંધીનગરથી બોગસ શિક્ષક ભરતી કૌભાંડની ગંભીરતા સમજી તપાસનો દોર શરુ કરતા શિક્ષણવિભાગ ચોકી ઉઠ્યું હતું. ખેડભ્રહ્મા તાલુકાની માત્ર નાની સેબલીયાની સૌરભ વિદ્યાલય સહીત ગુંદેલાની સી.એસ. બ્રહ્નભટ્ટ હાઈસ્કૂલ, પરોયાની બીએસ વાઘેલા માધ્યમિક અને એન. એસ. વાઘેલા ઉમા શાળા, ઇડર તાલુકાની ચોરીવાડ જે. પી. શાહ હાઈસ્કૂલમાં પણ બોગસ ભરતી કરવામાં આવી હોવાની કૌભાંડ બહાર આવ્યું હતું.

વર્ષ-૨૦૧૪માં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથધરાઈ હતી. જેમાં સાબરકાંઠાની ખાનગી શાળાઓને સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટ અન્વનયે પગાર ગ્રાન્ટ અને નિભાવ ગ્રાન્ટ હેડે રકમ ચુકવવાની જોગવાઈ કરાઈ હતી. જોકે તત્કાલીન સમયે જે શિક્ષકોની ભરતી થયી હતી તેમનો પગાર સરકારી ગ્રાન્ટમાંથી ચુકવવામાં આવતો હતો.

૩૬ શિક્ષકોની ભરતી કૌભાંડમાં સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધિકારી તથા અન્ય બે કલાર્કની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી હતી. આ અંગેના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તા.૧૫-૧૧-૨૦૧૪ ના રોજ ખેડભ્રહ્મા,ઇડર અને ખેરોજ પોલીસસ્ટેશનમાં શિક્ષકો તથા જીલ્લા શિક્ષણાધિકારી અને બે ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ નોંધાયી હતી.

બીજી તરફ આ કૌભાંડનો પર્દાફાશ થયા પછી ૩૬ શિક્ષકોએ હાઈકોર્ટમાં અરજી કરી કાર્યવાહી પર મનાઈ હુકમ મેળવ્યો હતો, પરંતુ ગમેતો કારણોસર આ શિક્ષકોએ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી લેતા તેની તપાસ સ્ટેટ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી. જેમાં તપાસનીશ અધિકારી ડીવાયએસપી બીએમ શાક અને પીઆઈ રાકેશ દલસાડીયા ચલાવી રહ્યા છે. દરમિયાન હરિકોર્ટમાં જામીન અરજી પરત ખેંચી લીધા બાદ આ ૩૬ શિક્ષકોની તા.૨૧-૦૨-૨૦૧૯ ના રોજ આગોતરા જામીન માટે ઇડર કોર્ટમાં અરજી કરતા અરજી ફગાવી દીધી હતી. વર્ષ-૨૦૧૪ માં આચરેલા કૌભાંડનું પ્રકરણનું ભૂત ફરીથી ધમધમી ઉઠ્યું હતું.