મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ગત ગુરુવારે અચાનક લાગેલા આંચકામાં ત્રણ મુસાફરો ઘાયલ થયા અને વિમાનની બારીની પેનલ પણ તૂટી ગઇ. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઘટના બાદ મુસાફરો ગભરાયેલા જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર આ ઘટના ગત ગુરુવાર એટલે કે 19 એપ્રિલના રોજ છે. જ્યારે ફ્લાઇટ અમૃતસરથી દિલ્હી જઇ રહી હતી તે દરમિયાન વિમાનમાં અચાનક આંચકો લાગતા એક મુસાફરનું માથુ ઉપર લાગેલ પેનલ સાથે અથડાયુ જેથી તેને ઇજાઓ થઇ અને આવી જ રીતે અન્ય બે યાત્રીઓ પણ ઘાયલ થયા હતા. આ દરમિયાન વિમાનની બારીની પેનલ પણ તૂટી ગઇ હતી અને મુસાફરો ગભરાઇ ગયા હતા. આ પેનલને ફરી જોડવાનો પ્રયાસ કરતી એર હોસ્ટેસનો વીડિયો પણ વાયરલ થયો છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ 787 ડ્રીમલાઇનરમાં બની હતી જેના તપાસના આદેશ આપવામાં આવ્યા છે.  વાયરલ થયેલ વીડિયો અહીં પ્રસ્તુત છે.