છેલ્લા કેટલાક વર્ષોથી સાહિત્ય જગતમાં એક ફરિયાદ રહી છે, કે હવે વાચકોને રસ વાંચનમાં ઘટતો જાય છે, નવી પેઢી ડીજીટલ તરફ વળી છે, જેના કારણે હવે તેઓ લાંબુ વાંચવાની ટેવ ગુમાવી ચુકયા છે, આ આરોપો અને વાસ્તવીક્તા વચ્ચે meranews.com વાંચકો માટે સતત નવા પ્રયોગ કરતુ આવ્યું છે. meranewsની સફર હજી નાની છે, હજી માત્ર દોઢ વર્ષ જ થયું છે, પણ આ દરમિયાન વાંચકોને ડર અને દબાણો દુર રહી બેધડક સમાચાર આપવાનો પ્રયાસ રહ્યો છે, પણ સમાચારની સાથે અન્ય વાંચન પણ મળે તે દિશામાં પણ પ્રયાસ થયા જેના ભાગરૂપે અગાઉ લતીફ, ખજુરાહો અને શતરંજ જેવી ધારાવાહિક પણ વાંચકો સમક્ષ મુકવામાં આવી હતી.

વેબપોર્ટલમાં ધારાવાહિકનો પ્રયોગ પહેલી વખત કરવામાં આવ્યો હતો. વેબપોર્ટલનો વાચક પોતાના ફોન ઉપર જ વાચન કરતો હોય છે તેના કારણે, ‘ટુકું લખશો’ તેવી ટકોર અમે એક એકબીજાને કરતા હતા, પણ દરેક વખતે ધારાવાહિકના અમારા વાંચકો અમને વિનંતી કરતા રહ્યા હતા કે ધારાવાહિકનો હપ્તો લાંબો લખવાનું રાખો, વાચકની આ માગણી અને ટકોર અમારો ઉત્સાહ વધારતી ગઈ, જેના કારણે અમે સતત નવો પ્રયાસ કરતા રહ્યા છીએ. તા 7મી મેના રોજ પ્રશાંત દયાળ લિખિત નવલકથા દીવાલનો આખરી હપ્તો પ્રસિધ્ધ થયો, ત્યારે વાચકો નારાજ થયા, બસ ધારાવાહિક પુરી થઈ ગઈ? આ તેમનો પ્રેમ હતો અમે તે અનુભવી શકીએ છીએ.

કોઈક દિવસ હપ્તો પ્રસિધ્ધ કરવામાં મોડુ થાય, ત્યારની નારાજગી પણ અમે જોઈ છે. 82 હપ્તાની દીવાલ ધારાવાહિકને વાચકોએ ખુબ પ્રેમ આપ્યો અને મનથી વાંચી છે, જેના કારણે દીવાલના વાચકોની સંખ્યા 19,60,858 ઉપર પહોંચી છે. Meranews.com આ તમામ વાંચકોનો આભાર માને છે. આખરી હપ્તામાં વાંચકોની નવી માગણી પણ અમારા સુધી પહોંચી છે, હવે નવું શું આપો છો... તો અમે વાચકોને ખાતરી આપીએ છીએ કે બહુ જલદી એક ધારાવાહિક સાથે આપણે ફરી મળીશું.
વાચકોનો ધન્યવાદ

(MERANEWS.COM ની સમસ્ત ટીમ)

(સંપૂર્ણ દીવાલ વાંચવાઃ અહીં ક્લીક કરો: દીવાલ )