મેરાન્યૂઝ નેટવર્ક, વારાણસી: ઉત્તર પ્રદેશના નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક વારાણસીના કેન્ટ એરિયામાં નવો બની રહેલ પુલ તૂટી પડતા તેની નીચી ગાડીઓ લોકો દબાતા 16 લોકોના મોત અને 50થી વધુ લોકો દબાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર દુખ વ્યક્ત કરી અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે જઇ કાર્યવાહી કરવા માટે કહ્યું છે. વારાણસીના કેન્ટ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ફ્લાઇઓવર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આજે મંગળવારે સાંજે અચાનક પુલનો એક હિસ્સો તૂટીને નીચે પડ્યો જેમાં ઘણી ગાડીઓ અને લોકો દબાયા. ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત તથા 50થી વધુ લોકો દબાયાનું જાણવા મળ્યું છે.

ઉત્તર પ્રદેશના પોલીસ ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે બચાવ અને રાહત ટીમને મોકલી રેસ્ક્યુ કામગીરી શરુ કરવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને બચાવવાની કામગીરી જારી છે.