મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: મેટોડાના જીઆઇડીસી વિસ્તારમાં એકસાથે 10 દુકાનોના તાળા તૂટ્યા હતા. ઘટનાને પગલે વેપારીઓ એકઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તસ્કરોએ શિવ મોબાઇલ સહિતનીની દુકાનોને નિશાન બનાવી હોવાનું ખુલ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સીસીટીવી ફુટેજમાં ચાર શખ્સો મોડીરાત્રે દુકાનના શટર તોડી અંદર પ્રવેશ કરતા હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફુટેજને આધારે પોલીસે આરોપીઓની ઓળખ મેળવવા તેમજ કઇ દુકાનમાંથી કેટલી રકમ અને ચીજ વસ્તુની ચોરી થઇ તેની વિગતો મેળવવા તપાસ શરૂ કરી છે. એકીસાથે આટલી દુકાનોના તાળા તૂટતા સમગ્ર વિસ્તારમાં ફફડાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.