મેરાન્યૂઝ દ્વારા કરાયેલ ગુજરાતના શ્રેષ્ઠ ધારાસભ્યના સર્વેનું પરિણામ
(As on 24th October, 2017)

મેરાન્યૂઝ દ્વારા ગુજરાતના 182 ધારાસભ્યોની કામગીરીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ સમાપ્ત થયો હતો. સર્વેનું પરિણામ ૨૫ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ સવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં શંકર ચૌધરી પ્રથમ ક્રમાંકે આવ્યા જ્યારે પરેશ ધાનાણી, દુષ્યંત પટેલ,અમિત ચાવડા અને જવાહર ચાવડા ક્રમશ: બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમાંકે રહ્યા હતા.

મેરાન્યૂઝ દ્વારા કરાયેલ ગુજરાતના શ્રેષ્ઠ મંત્રીના સર્વેનું પરિણામ
(As on 24th October, 2017)


મેરાન્યૂઝ દ્વારા ગુજરાતના 23 મંત્રીઓએ તેમના કાર્યાકાળ દરમિયાન તેમના ખાતાઓમાં કરેલ કામગીરીને આધારે લોકોને તેમની કામગીરીનું મુલ્યાંકન કરવાનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ સમાપ્ત થયો હતો. જેમાં શંકર ચૌધરી પ્રથમ ક્રમાંકે આવ્યા જ્યારે જયેશ રાદડિયા, પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્ર ચુડાસમા અને ગણપત વસાવા ક્રમશ: બીજા, ત્રીજા,ચોથા અને પાંચમા ક્રમાંકે રહ્યા હતા. સર્વેનું પરિણામ ૨૫ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ સવારે જાહેર કરવામાં આવ્યું હતું.